________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૯૭
તેણે સાત ફણારૂપ છત્ર ધારણ કર્યું. તે વખતે ભગવંત ધ્યાનસમાધિસુખની લીલારૂપ કમળ પર રહેલા રાજહંસની જેવા શોભવા લાગ્યા ભક્તિ વડે નિર્ભર એવી ધરણુંની દેવીઓ (ઈંદ્રાણુઓ) પ્રભુ પાસે વેણુ, (વાંસળી) વિષ્ણુ અને મૃદંગાદિ વાછત્રપૂર્વક સંગીત તથા નાટક કરવા લાગી. એ વખતે ભક્તિમાન ધરણેન્દ્ર અને ઉપસર્ગ કરનાર કમઠ-એ બંને પર પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી.
(कमठे धरणे दें च. स्वोचितं कर्म कुर्वति । प्रमुस्तुल्य मनोवृत्ति, पार्श्वनाथः श्रियेऽस्तु वः॥)
વિષષ્ઠી સલાકાપુરુષચરિત્ર ૧ પર્વ
પછી એ પ્રમાણે ક્રોધ સહિત વરસતા મેઘમાળીને ધરણે કે કેપથી આક્ષેપપૂર્વક આ પ્રમાણે કહ્યું કે –“હે દુમતે ! પિતાના અનર્થને માટે આ તે શું આરંભળ્યું છે ? હું ભગવંતને સેવક છું, તેથી હવે હું સહન કરવાને નથી. કાષ્ટમાં બળતા એવા મને ભગવંતે નમસ્કાર મંત્ર સંભળાવીને ઈંદ્ર બનાવ્યો અને તેને પણ પાપથી અટકાવ્યો, એમાં ભગવતે - તારો શો અપરાધ કર્યો? નિષ્કારણ બંધુ એવા એ નાથ પર તું નિષ્કારણ શત્રુ શા માટે થાય છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ ભગવાન પાણીથી બુડવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું પિતે જ બુડવાને છે.” એ પ્રમાણે કહીને ધરણેન્દ્ર મેઘમાળીને હાંકી કહા, એટલે તે ભયભીત થઈ ભગવંતને તેવા રહેલા અને નાગૅ દ્રથી સેવાતા