________________
२७८
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
તે મેલ્યેા કે “ હે સ્વામિન્! જેના તમે રક્ષક હો તેને સત્ર કુશળ હાય છે. વિશેષમાં આપને એ નિવેદન કરવાનુ છે કે— મારી પ્રભાવતી પુત્રી પાર્શ્વકુમાર પર અત્યંત પ્રેમવતી થઈ છે, માટે કૃપા કરી તેનું પાણિગ્રહણ કરાવેા.” અશ્વસેનરાજાએ કહ્યું કે :–‘હે ભદ્ર! તમે ઠીક કહા છે, અમારે તા એવા મનોરથ જ છે, પણ પાકુમાર સ’સારથી વિરક્ત જણાય છે, તેથી હું કાંઈ સમજી શકતા નથી કે તે શું કરશે ? પરંતુ તમારા આગ્રહથી હું ખળાત્કારે પણ પાર્શ્વકુમાર પાસે તેણીનુ લગ્ન કરાવીશ, માટે તમારે ગભરાવુ નહિ.' આ પ્રમાણે કહી અશ્વસેનરાજા તેને સાથે લઈને પા કુમાર પાસે ગયા, અને કહ્યું કેઃ– હું વત્સ! આ પ્રસેનજિત્રાજાની પુત્રીની સાથે તુ લગ્ન કર.’ પાર્શ્વ કુમારે કહ્યું કેઃ–‘હું લગ્ન કરવા ઇચ્છતા નથી, કારણ કે આ સ`સારસાગર દુસ્તર (દુઃખે તરાય એવા) છે, સૌંસારમાં ભમતાં આ જીવે ઘણીવાર લગ્ન કર્યાં છે, હું તા હવે સ'સારનું ઉન્મૂલન કરવા ઇચ્છુ છું. એ સૌંસારરૂપ વૃક્ષનુ મૂળ છે, મારે સ`સારની સ્થિરતા સાથે કાંઈ પણ પ્રયાજન. નથી. આ પ્રમાણે સાંભળીને અશ્વસેનરાજા ખોલ્યા કે – હું વત્સ! તારૂં' આવું. મન છે, છતાં એકવાર અમારા મનાથને પૂર્ણ કર. પૂના જિનેશ્વરે પણ પ્રથમ સ`સાર ભાગવીને પછી તપસ્યા (દીક્ષા) સ્વીકારી સિદ્ધ થયા છે, માટે તું પણુ લગ્ન કરી સ‘સારસુખ ભાગવીને પછી સ્વાર્થ સાધજે.' આ પ્રમાણે કહેવાથી પિતાવચનને અલંઘનીય (ન એળ ગાય એવા) જાણીને સ્વામીએ તે વચન માન્ય રાખ્યું, એટલે તે દિવસથી વિવાહ-મહાત્સવના પ્રારંભ થયેા.