________________
શ્રી જીરાવલા પાશ્વનાથાય નમઃ શ્રી નાકોડા પાર્શ્વનાથાય નમઃ શ્રી વરકાણું પાર્શ્વનાથાય નમઃ
છઠ્ઠો સર્ગ
જડતાના પ્રતાપને દૂર કરનાર એવા શ્રીગુરૂના પાદપ૬મને વારંવાર પ્રણામ કરીને તથા જડતાના પ્રબલ તાપને હણનાર એવા અને અંતઃકરણમાં "સ્થિત એવા સમસ્ત સારસ્વત મંત્રનું સ્મરણ કરીને સુગમ ગવબંધથી વિમળ, કમાગત અને શ્રી પાશ્વદેવના સંબંધથી યુક્ત એવા છઠ્ઠા સગને -હું રચું છું.
એકદા શ્રી પાર્શ્વ પ્રભુ પિતાના મહેલના ગેખમાં બેસી - કાશીપુરીનું અવલોકન કરતા હતા, એવામાં પૂજાની સામગ્રી
સહિત નગરજનોને નગર બહાર જતા જોયા. તે જોઈને તેમણે પિતાના માણસને પૂછયું કે:-“અહો ! આજે દહિં, દુધ, પત્ર, પુછપ અને ફળ વિગેરેની સામગ્રી સહિત લોકે હર્ષિત થઈને -નગરની બહાર કેમ જાય છે? શું ખાસ કંઈ ઉત્સવ છે ? -અથવા દેવયાત્રા છે એટલે એક માણસે કહ્યું કે –“હે કૃપાનિધાન સ્વામિન્ ! સાંભળે. કમઠ નામને કેઈ એક