________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
તપસ્વી વનમાં આવ્યા છે, તે તપ કરતાં ૫'ચાગ્નિ સાધે છે. આ લેાકેા તેની પૂજા કરવા જાય છે.' એટલે પાપ્રભુ પણ કૌતુકથી સેવક સહિત અશ્વારૂઢ થઈ ને જોવાને ચાલ્યા. તે વખતે તીવ્ર પચાગ્નિના તાપમાં બેઠા, ધૂમ્રપાન કરતા, અજ્ઞાન-કષ્ટથી દેહને દમતા એવા કમઠ પ્રભુના જોવામાં આવ્યા. એ વખતે જ્ઞાનત્રયધારી પાર્શ્વ પ્રભુએ અગ્નિકુડમાં નાખેલા કાષ્ટની અંદર એક મેાટા સર્પને ખળતા જોયા. એટલે કૃપાળુ પાકુમારે કહ્યું કે —“અહા અજ્ઞાન ! કે તપમાં પણ દયા દેખાતી નથી. સ લેાકા જાણે છે કે–યાહિન ધર્માંથી મુક્તિ મળતી નથી, કહ્યું છે કે ઃ-‘પ્રાણીઓના વધ કરવાથી જે ધર્મને ઈચ્છે છેતે અગ્નિથી કમળસહિત વનને, સૂર્યાસ્તથી દિવસને સપના મુખથી અમૃતને, વિવાદથી સાધુવાદને, અજીણુ થી આરોગ્યને અને જેરથી. જીવિતને ઈચ્છાવા જેવું કરે છે.’એટલા માટે દયાજ પ્રધાન છે. જેમ નાથ વિના સૈન્ય, જીવ વિના શરીર, ચંદ્ર વિના રાત્રી, હુસ સુગલ વિના નદી—તેમ દયા વિના ધર્મ ગ્રેાભતા નથી. માટે હૈ. તપસ્વિન્ ! દયા વિના ફેાગટ કલેશકારક કષ્ટ શા માટે કરે છે? જીવઘાતથી પુણ્ય શી રીતે થાય ?” આ પ્રમાણે સાંભળીને કમઠ મેક્લ્યા :—ù ક્ષત્રિય ! રાજપુત્રા તા માત્ર હાથી અને અશ્વની ક્રીડા (રમત) નેજ કરી જાણે છે, ધર્મને તે અમારા જેવા મહામુનિએજ જાણે છે.’ પછી જગત્પતિ પાર્શ્વકુમારે તેના વિશ્વાસને માટે પોતાના માણસા પાસે અગ્નિકુ’ડમાંથી કાષ્ટ કઢાવીને તેને યત્નપૂર્વક ફડાવ્યું. એટલે તે કાષ્ઠમાંથી તરત જ આકુળવ્યાકુળ થયેલ સર્પ નીકળ્યે; પછી પ્રભુએ તે નાગને નમસ્કારમત્ર સભળાવ્યા, એટલે પ્રભુની વાણીમાંથી ઝરતા નમસ્કારરૂપ
૨૮૨