________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૮૩
અમૃતનું પાન કરીને તે સર્પ સમાધિપૂર્વક મરણ પામી નાગોને ઈદ્ર ધરણે થયો. અને તે નાગદેવના મધ્યમાં મહદ્ધિવડે શોભવા લાગ્યો. પછી “અહે અજ્ઞાન ! અહે! કમઠનું અજ્ઞાન” એમ કમઠની નિપૂર્વક લોકોથી રસ્તુતિ કરાતા પ્રભુ પિતાના મહેલે ગયા. અને કમઠ તાપસ લેકેથી હિલના અને ગહ, પામી ભગવંત ઉપર દ્વષ કરતે અન્યત્ર ચાલ્યો ગયે. ત્યાં હઠથી. તે અત્યંત કષ્ટકારી બાબતપ કરવા લાગ્યો એ પ્રમાણે અજ્ઞાનતપ કરી પ્રભુ ઉપર દ્વેષ ધારણ કરતે મરણ પામીને તે ભવન-- વાસી મેઘકુમાર દેવામાં મેઘમાળી નામે અસુર થયો કારણ કે –“બાળતપ કરવામાં સાવધાન, ઉત્કટ રોષ ધરનારા, તપથી ગર્વિષ્ઠ અને વૈરથી યુક્ત થયેલા પ્રાણીઓ મરણ પામીને અસુરામાં જ ઉત્પન્ન થાય છે. તે મેઘમાળી અસુરાધમ દક્ષિણ શ્રેણીમાં દઢ પલ્યોપમના આયુષ્યવાળે થયો અને વિવિધ દેવસુખ ભોગવવા લાગ્યો. શ્રી પાર્વકુમાર પણ ભેગસુખ ભેગવતાં દિવસે પસાર કરવા લાગ્યા.
એકદા વસંતઋતુમાં લોકેના આગ્રહથી પાર્શ્વકુમાર બગીચાની શોભા જેવાને માટે ગયા. ત્યાં લત્તા, ઝાડ, પુષ્પો અને કૌતુકારિક જોતાં પ્રભુએ જ્યાં ઉંચા તોરણે બાંધેલા છે એવા એક મેટા પ્રાસાદને જોયે; એટલે ભગવતે તેમાં પ્રવેશ. કર્યો. ત્યાં ભીંત ઉપરનાં ચિત્રે જતાં અદ્દભુત રાજ્ય અને. રાજીમતિને ત્યાગ કરીને સંયમશ્રી (દીક્ષા)ને વરનાર એવા શ્રી નેમિજિનના ચિત્રને જોઈને પ્રભુએ વિચાર કર્યો કે –“અહો ! શ્રીનેમિના વૈરાગ્યને રંગ કેઈ અનુપમ લાગે છે, કે જેમણે