________________
૨૮૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નવયૌવનમાં રાજ્ય અને રાજમતીને ત્યાગ કરી નિસંગ થઈને દીક્ષા અંગીકાર કરી, તે મારે પણ આ અસાર સંસારને ત્યાગ કરો એજ ઉચિત છેઆ પ્રમાણે વિચાર કરીને વૈરાગ્ય રંગથી રંગત થયેલા અને ભેગાવળી કર્મ જેમનું ક્ષીણ થઈ ગયેલું છે એવા પાર્શ્વકુમાર સંયમ લેવા માટે તૈયાર થયા. એ વખતે સારસ્વતાદિ નવ પ્રકારના લોકાંતિક દેવેએ પાંચમાં બ્રહ્મદેવલોકથી આવીને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન! હે રૈલોક્યનાયક ! હે સંસારતારક! તમે જયવંતા વર્તો. હે સકળ કર્મનિવારક પ્રભો! ત્રિભુવનને ઉપકારક એવા ધર્મતીર્થને પ્રવર્તાવે, હે નાથ! તમે પિતે જ જ્ઞાની અને સંવેગવાન છે, તેથી સ્વયમેવ બધું જાણે છે, છતાં અમે તે માત્ર અમારા અધિકારની ફરજ બજાવવા વિજ્ઞપ્તિ કરીએ છીએ” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને તે દેવે સ્વસ્થાને ગયા.
પછી તે પ્રાસાદમાંથી નીકળીને સ્વામી પોતાના મહેલમાં આવ્યા અને ત્યાં મિત્રોને વિસર્જન કરી પલંગ પર બેસીને આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં સ્વામીએ આખી રાત્રી પસાર કરી:
અહે સંપત્તિઓ તે જળતરંગ સમાન ચંચળ છે, યૌવન તે માત્ર ત્રણ ચાર દિવસ જ રહેવાનું છે અને આયુષ્ય તે -શરદ્દતુના વાદળાં જેવું ચંચળ છે. માટે હે ભવ્ય ! ધનથી તમે પરહિત કેમ સાધતા નથી. જયાંથી જમ્યા ત્યાંજ રક્ત થયા અને જેનું પાન કર્યું તેનું જ મન કરવા તૈયાર થયા. અહે! તેમ છતાં પણ લેકની મૂર્ખાઈ કેટલી છે કે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. હે ભવ્ય ! હૃદયમાં નમસ્કારરૂપ