________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૮૭ પાંચમુષ્ટિથી લેચ કરેલા ભગવંતના કેશને ઈદ્ર પોતાના વામાં લઈ ક્ષીરસાગરમાં પધરાવ્યા. પ્રભુની સાથે ત્રણ રાજપુત્રોએ સંવેગથી ચારિત્ર અંગીકાર કર્યું. પછી સુરાસુર તથા રાજાઓ ભગવંતને નમસ્કાર કરીને સ્વસ્થાને ગયા અને ભગવાન ત્યાં જ પોતાની બન્ને ભુજા લંબાવીને કાર્યોત્સર્ગમાં રહ્યા અને સવારે પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો.
હવે અઠ્ઠમ તપને પારણે ભગવંતે કેપકટાક્ષ નામના સન્નિવેશમાં ધન્ય નામે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે સાક્ષાત્ કલ્પવૃક્ષની જેવા ભગવંતને જોઈને પોતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તત્કાળ ઉત્પન્ન થયેલ વિવેકથી પ્રભુને નમસ્કાર કરીને શુદ્ધ બુદ્ધિપૂર્વક પરમાન્ન (દકિપાક)થી પ્રભુને પારણું કરાવ્યું. તે વખતે “ રાજ માં ' એવી ઉષણપૂર્વક દેએ આકાશમાં દેવદુંદુભિ વગાડી, સુગંધી જળની વૃષ્ટિથી પૃથ્વીને ભીની કરી, સુવર્ણની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના પંચવણું પુષ્પોથી પૃથ્વીને વ્યાપ્ત કરી અને દિવ્ય નાટક કર્યું. પાર્શ્વનાથને પારણું કરાવવાથી ધન્ય પુણ્યથી પૂર્ણ થયે, તેનું ઘર ધનથી પૂર્ણ થયું, લેકે આનંદથી પૂર્ણ થયા અને આકાશ દેવદુંદુભિના નાદથી પૂર્ણ થયું. તે વખતે રાજા અને લોકેએ ધન્યને સન્માન આપ્યું. અને પ્રભુના પારણાને સ્થાને તેણે હર્ષપૂર્વક પાદપીઠ કરાવ્યું.
સ્વામી ગામ, આકાર નગરાદિકમાં વિચારવા લાગ્યા. પૃથ્વીની જેમ બધું સહન કરનાર શરદ ઋતુના વાદળાની જેવા