________________
૨૮૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પછી દીક્ષા અવસર જાણીને ચોસઠ ઈન્દ્ર ત્યાં આવ્યા, અને ચારિત્રગ્રહણને મહોત્સવ કર્યો, તેમાં પ્રથમ તીર્થજળથી - ભરેલા એવા સુવર્ણના, રજતના અને રનના કુંભેથી ભગવંતને
સ્નાન કરાવ્યું, પછી ચંદન કપૂરાદિ સુરભિ દ્રવ્યથી પ્રભુને વિલેપન કરી દિવ્ય વસ્ત્ર પહેરાવ્યા, પારિજાત પુષ્પોના રમણીય હાર વિગેરેથી પ્રભુ અત્યંત મહર દેખાવા લાગ્યા. પછી ઉદાર અને સુંદર હાર, કુંડળ, મુગટ, કંકણ, બાજુબંધાદિ ભૂષણેથી પ્રભુને ભક્તિપૂર્વક ભૂષિત કર્યા. એટલે પ્રભુ કલ્પવૃક્ષની જેવા શોભવા લાગ્યા. પછી ઈન્દ્ર રચેલી વિશાળ શિબિકાપર આરૂઢ થઈ પ્રભુએ સિંહાસનને અલંકૃત કર્યું. તે વખતે ભગવંત ઉપર સુવૃત્ત, સફેદ અને ઉલસાયમાન છત્ર તથા બંને બાજુ બે - ચામર શોભવા લાગ્યા. પછી બહુ વાજીંત્રો વાગતાં, વિવિધ ગીત ગવાતાં, બંદીજનોથી જય જય શબ્દ બોલાતાં, સુરાસુર અને મનુષ્યથી શિબિકાને વહન કરતાં, નગરજનોથી ઉત્કંઠાપૂર્વક જેવાતાં, મસ્તકથી નમન કરાતા અને હાથ જોડવાપૂર્વક સ્તુતિ કરાતા ભગવંત હર્ષપૂર્વક સંયમરૂપી લક્ષ્મીને વરવાને માટે આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે શિબિકા પરથી ઉતરીને ભગવંતે સુવર્ણ અને રત્નના ઘરેણાંને ત્યાગ કર્યો, અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ રને ગ્રહણ કર્યા. તે વખતે ઈ પ્રભુના ખભા પર દેવદૂષ્ય–વસ્ત્ર મૂક્યું. પછી પિસ માસની કૃષ્ણ એકાદશી (માગશર વદ ૧૧) તથા વિશાખા આ નક્ષત્રમાં અષ્ટમ તપ કરી પંચમુષ્ટિથી કેશને લેચ કરીને “નમો સિદ્ધા” એ પદ સંભારતાં ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું. એટલે તરત પ્રભુને ચેાથું મન:પર્યવસાન ઉત્પન્ન થયું.