________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૮૫
હારને ધારણ કરો, બે કાનમાં કૂતરૂપ કુંડળને ધારણ કરે હાથરૂપકમળમાં દાનરૂપ કંકણને ધારણ કરી અને શિરપર ગુરૂની આજ્ઞારૂપ મુકુટને ધારણ કરે, કે જેથી શિવવધૂ તમારા કંઠમાં જલદી સુંદર વરમાળા નાખે. વળી ચંદ્ર અને સૂર્ય રૂ૫ વૃષભ દિવસ રાત્રિરૂપ ઘટમાળથી જીવેનું આયુષ્યરૂપ જળગ્રહણ કરે છે અને કાળરૂપ રેંટને ફેરવ્યા કરે છે. (ન સા જાઈ ન સા જેણ) એવી કઈ જાતિ નથી, એવી કઈ યુનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કેઈ કુળ નથી કે જ્યાં સર્વ જી અનંતીવાર જન્મ અને મરણ પામ્યા ન હેય.” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં રાત્રી પસાર થઈ, એટલે જગતને પ્રકાશ આપવા માટે સૂર્યોદય થયો. ભગવાન પાર્શ્વનાથે સવારના કાર્યો કરી માતાપિતાની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેમની આગળ બેસી તેમને સમજાવીને દીક્ષા લેવાની રજા મેળવી.
પછી દક્ષા નિમિત્તે પ્રભુએ વાર્ષિક દાન આપવાને પ્રારંભ કર્યો. તે વખતે પ્રભુની આજ્ઞાથી સર્વત્ર ઈન્દ્ર એવી ઉદૂષણ (જાહેરાત) કરી કે –“હે લકે ! પાર્થપ્રભુ યથેચ્છ દાન આપે છે માટે ગ્રહણ કરો.” પછી ઈદ્રના આદેશથી કુબેર પ્રભુના ઘરમાં મેઘની જેમ દ્રવ્ય વરસાવવા લાગ્યો. પ્રભુ દરરોજ એક કેડ અને આઠ લાખ હિરણ્યસનયા આપવા લાગ્યા. એટલે સમસ્ત જગતને દારિદ્રયરૂપ દાવાનળ શાંત થઈ ગયે. પૃથ્વી પર પરમાનંદરૂપ કંદ પ્રગટ થયા. ત્રણ અબજ અઠયાશી કરેડ અને એંશી લાખ (૩૮૮૮૦૦૦૦૦૦) (૩૨ લાખ ૪૦ હજાર મણ સેનું એટલું સુવર્ણ ભગવતે વાર્ષિક દાનમાં આપ્યું.