________________
થી પાર્શ્વનાથ ચરિત્ર
૨૭૯
ઠેકઠેકાણે ગીતગાન, નાટક. વાજીંત્ર માંગલ્ય, દાન, અને ભજન એમ વિવિધ ઉત્સવમાં દિવસે પસાર થવા લાગ્યા. વિવાહના દિવસે સારા મુહૂતે પ્રભાવતીને સ્વર્ણકુંભમાં રહેલ જળથી સ્નાન કરાવી, ગુરૂએ આપેલ ચેખા મસ્તક પર નાખી જેના હાથમાં ચંદન, ચોખા અને દુર્વાદિક છે એવી કુળસ્ત્રીઓએ દિવ્ય વસ્ત્રો અને વિવિધ આભરણેથી તેને શણગારી, પાર્શ્વકુમાર પણ સારા મુહૂર્તે તથા સુલગ્ન સપરિવાર ત હસ્તી ઉપર બેસી. મંગળ, સારાછત્ર અને ચામરોથી શોભાયમાન, અનેક રાજાઓથી પરિવરેલા. વાજીંત્રના અવાજથી ગતિ અને નગરની સ્ત્રીઓથી જેવાતા છતાં લીલાપૂર્વક વિવાહ મંડપે આવ્યા. ત્યાં સુશીલ બ્રાહ્મણે કમપૂર્વક કુળાચાર સાચવ્ય અને મંગળાચારપૂર્વક વરકન્યાને હસ્તમેળાપ કરાવ્યા પછી જેમના અંચળ (વસ્ત્રના છેડા) બાંધેલા છે એવા તે વરવધૂ ચેરીમાં દાખલ થયાં. ત્યાં ચંદન, પુષ્પ, પાન, વસ્ત્ર, અશ્વ અને હાથી વિગેરેથી સ્વજનેને સંતુષ્ટ કરવામાં આવ્યા, અને યાચકને દાન દેવામાં આવ્યું. પછી ઘી અને લાજ (જવ તલ) વિગેરેના હવનપૂર્વક વિધિથી બ્રાહ્મણ તેમને અગ્નિ ફરતા ફેરા ફેરવવા લાગ્યા. પ્રથમ મંગળમાં શ્વસુરરાજાએ હજારો ભાર સુર્ણ આપ્યું, બીજા મંગળમાં કુંડળ અને હાર વિગેરે આભરણે આપ્યાં, ત્રીજા મંગળમાં સ્થાલ વિગેરે વાસણે તથા હાથી અને ઘડા વિગેરે આપ્યા અને ચોથા મંગળમાં દિવ્ય ચીવ વો આપ્યાં. તેમજ બીજા પણ બધાં કૃત્ય કરવામાં આવ્યાં. એ પ્રમાણે વિવાહોત્સવ પૂર્ણ કરી સમસ્ત જગતને પ્રસન્ન કરનાર પાશ્વકુમાર સ્વસ્થાને આવ્યા, એટલે સર્વને સંતોષ