________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૭૦
તેને સત્કાર કરી વિસર્જન કર્યાં. પ્રભુની આજ્ઞાના લઈને તે સ્વસ્થાને ગયા.
-
આ બધું પ્રસેનજિત્ રાજાના જાણવામાં આવ્યું, એટલે તે પભાવતીને સાથે લઈ પાકુમાર પાસે જઈ નમસ્કાર કરી અંજલિ જોડીને એલ્યેા કે:−હું નાથ! તમને જોવાથી મારી દૃષ્ટિ સફળ થઇ, ચવન પણ આપના પ્રતાપથી સજજન થયેા, તમે સૂર્યની જેમ પ્રકાશ કરનારા છે, હવે આ લક્ષ્મી સાથે કન્યાને પરણીને મને કૃતકૃત્ય કરેા.’ એટલે પાર્શ્વકુમારે કહ્યું કે૮ હે રાજન્ ! પિતાની આજ્ઞા વિના તમારી કન્યાનું પાણિગ્રહણ થઈ શકે નહિ, માટે ફાગઢ આગ્રહ કરશેા નહિ.' તે વખતે પ્રભાવતીએ વિચાર કર્યો કે :~ અરે! મારૂ મંદ ભાગ્ય લાગે છે, મારા મનારથની સિદ્ધિ ન થઈ.” પ્રસેનજિતુ વિચારવા લાગ્યા કેઃ— પાકુમાર સર્વથા નિઃસ્નેહ લાગે છે, તેથી અશ્વસેન રાજાના આગ્રહથી જ મારા મનારથની સિદ્ધિ થશે.’
ન
પછી પ્રભાવતીને ધીરજ આપી તેને સાથે લઈ ને પા કુમારની સાથે પ્રસેનજિતુ રાજા પણ વારાણસીનગરીએ આવ્યા. ત્યાં અશ્વસેનરાજાએ મહદ્ધિપૂર્વક સુરાસુરથી સ્કૂયમાન એવા પાર્શ્વ કુમારના નગરપ્રવેશ મહેાત્સવ કર્યો અને ઇંદ્રે આવી ખત્રીશ પ્રતિબદ્ધ નાટક અને વંદનાદિક કરીને આઠે દિવસ પર્યંત મહાત્સવ કર્યો. પ્રભાવતીને લઈને આવેલા પ્રસેનજિત્રાજા અશ્વસેનરાજાએ આપેલા મહેલમાં ઉતર્યાં. ત્યાં અશ્વસેન રાજા મળવા આવ્યા. તેમણે તેને કુષળ પૂછતાં કહ્યું કે :– ૩ કુશસ્થલપુરાધીશ! તમારા રાજ્યમાં સત્ર કુશળ છે ?