________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૭૫
સહિત આવીને પ્રભુને પ્રણામ કરી કહેવા લાગ્યા કે−હે નાથ ! હું ઇંદ્રના સારિથ છું. ઇન્દ્રે આપને અતુલ બળીષ્ઠ સમજે છે, તા પણ ભક્તિને લીધે તેણે રથ સહિત મને મેલ્યા છે.’ એટલે પ્રભુ તે થપર બેઠા અને કેટલાક દિવસે કુશસ્થળનગરની પાસેના ઉદ્યાનમાં આવી દેવે કરેલા સાત મજલાવાળા મહેલમાં રહ્યા.
6
પછી મહા દક્ષ એવા એક દૂતને સારી રીતે શિખામણ આપીને યવનની પાસે મેાકલ્યે. તેણે જઈ ને યવનરાજાને કહ્યું કે :- શ્રીમાન પાકુમાર મારા સુખદ્વારા એ તમને એવા આદેશ કરે છે કે – હે યવન ! તમે તમારૂં બળ ન બતાવતાં સ્વસ્થાને ચાલ્યા જાઓ, કેમકે હું પાર્શ્વકુમાર આવી પહેાંચ્યા છું.' એટલે યવનરાજ લલાટને ઉંચું કરી ભ્રકુટી ચડાવીને ખેલ્યા કે —અરે કૃત ! મને શુ તું જાણતા નથી ? એ અશ્વસેન કાણુ ? અને પાર્શ્વકુમાર પણ કાણ? કે કે જે મારી સામે લડવાની હિંમત ધરાવે છે. નિષ્ઠુર ખેલતાં છતાં પણ તું દૂત હોવાથી તને મારતા નથી, માટે તું તારા સ્વામી પાસે જઇને મારૂ કથન નિવેદન કર.' એટલે ફરી દ્ભુત ખેલ્યા કે:-& મૂઢ! ફ્રાગટ ગવ શાનેા કરે છે? શું ત્રણ જગતના નાથ પાર્શ્વકુમારને તુ' જાણતા નથી? પણ એ પ્રભુ તને સમરાંગણમાં ખરાખર સમજાવશે’ આ પ્રમાણે ખેાલતા ક્રૃતને યવનના શસ્રવાળા સુભટા મારવાને તૈયાર થઈ ગયા; એટલે વૃદ્ધ મત્રીએ તેમને અટકાવીને આક્ષેપપૂર્વક કહ્યું કે હું મૂર્ખાએ! મને તમારી અકસ્માત્ ક્ષય આવ્યેા લાગે છે. જેની દેવા સહિત ઈંદ્રો પણ સેવા કરે છે તે શ્રી પાર્શ્વકુમારના દૂતને હછુવાથી તમારી શી દશા થશે
=