________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૭૩ તેમના ગીત સાંભળતી શૂન્ય મનથી તે તેમાં જ લીન થઈ ગઈ, અને મદનબાણથી પીડિત થયેલી તે મૂરછ પામી, એટલે પાWકુમારના ધ્યાનમાં લીન થયેલી તેને સમજાવીને તેની સખીઓ રાજભવનમાં લઈ ગઈપછી તેની સખીઓએ તેનું બધું સ્વરૂપ તેના માતાપિતાને નિવેદન કર્યું, એટલે તેમને આનંદ થયો. તેમણે વિચાર કર્યો કે –“પ્રભાવતીએ આ બહુ જ શુભ ચિંતવ્યું, એ સંગ પરિપૂર્ણ યુક્ત છે. પુત્રીએ જગત્રયશિરોમણિ, અને દીર્ધાયુ એ પાકુમારી સુંદર વર ચિંતવ્યો તે હવે અમારે નિશ્ચય પાકુમારની સાથે જ એને વિવાહ કરવો. ઉત્તમજનો વિદ્યા અને કન્યાને સત્પાત્રમાં જ જોડે છે; માટે સારા મુહુર સ્વયંવરા એવી એ કન્યાને પાર્શ્વ કુમારની પાસેજ મોકલશું.” આ પ્રમાણેની હકીક્ત સાંભળીને તે કન્યા બહુજ આનંદ પામી.
* હવે તે સમાચાર કલિંગદેશના રાજાએ સાંભળ્યા, એટલે તે ઉદ્ધત અને ભ્રકુટીભીષણ થઈને બોલ્યો કે –“હું છતાં પ્રભાવતીને પરણનાર એ પાર્શ્વકુમાર કેશુ? અને એ પ્રસેનજિત પણ કેણ? કે જે મને મૂકીને તે કન્યા પાશ્વકુમારને દે.” એમ કહી ઘણા સૈન્ય સહિત તે જલ્દી કુશસ્થલનગરે આવ્યો અને નગરને ફરતે ઘેરે કર્યો, તેથી નગરમાં આવવા જવાનો માર્ગ બંધ થયો. આથી પ્રસેનજિત્ રાજાએ ચિંતાતુર થઈ મંત્રીઓની સાથે વિચાર કરતાં આપને સમર્થ જાણીને સાગરદત્ત મંત્રીના પુત્ર પુરૂષોત્તમને એટલે મને આપની પાસે મોકલ્યો છે. હું ૧૮