________________
૨૬૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિસ્તૃત (પહેળાં) અને એક જન પ્રમાણ નાળવાવાળા હતા. એવા એકંદર એક કરોડ અને સાઠ લાખ કળશ તૈયાર કર્યા. ૧ પછી તે બધા કળશો ક્ષીરસમુદ્રના જળથી ભરીને અયુતાદિ દેવેંદ્રોએ વિધિપૂર્વક જિનને અભિષેક કર્યો અને પારિજાતક પુપાદિથી પ્રભુની પૂજા કરી. પછી કેટલાક દેવ સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક હર્ષિત થઈને નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ગાંધાર, બંગાલ કૌશિક, હિંડેલ, દીપક, વસંત, માદંશ, ચારૂ, ધારણ, સહાગ, અધરાસ. ભાણવલ્લી અને કુકુભ ઈત્યાદિ દિવ્ય દેવરાગેથી ગીત ગાન કરવા લાગ્યા, કેટલાક છપ્પન કેટિ તાલના ભેદથી દિવ્ય નાટક કરવા લાગ્યા, કેટલાક તત, વિતત, ઘન અને સુષિર એ ચાર પ્રકારના વાઘથી કૌતુક પૂરવા લાગ્યા, કેટલાક કૌતુકથી ઘેષ કરવા લાગ્યા અને કેટલાક મધુર સ્વરથી ભાવના ભાવવા લાગ્યા, પછી તે કળશે ત્યાં જ અંતર્ભત થઈ ગયા (અદશ્ય થઈ ગયા).
પછી પ્રભુને ઈશાનેદ્રના ખેાળામાં સ્થાપીને સૌધર્મો ચાર બળદના રૂપ વિક્ર્વી તેના આઠ શિંગડામાંથી નીકળતા જળથી પ્રભુને હરાવ્યા, અને દિવ્ય વસથી પ્રભુના અંગને સાફ કરી લુંછી), દિવ્ય ચંદનથી વિલેપન કરી, પુષ્પથી પૂજન
૧ આઠ જાતિના આઠ આઠ હજાર એટલે ૬૪ હજાર–એટલા કળશ વડે એક અભિષેક-એવા ૨૫૦ અભિષેક થાય છે. તે સર્વના એકંદર ગણતાં એક કરોડ ને સાઠ લાખની સંખ્યા થાય છે. દરેક જાતિના ૧૦૦૮ કે ૮૦૦૦ તે મતાંતર જણાય છે.