________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
२४८
પ્રિયંગુ અને વાસંતી વિગેરે લતાઓ પોતાના ચંચળ અગ્ર પલવથી જાણે નૃત્ય કરતી હોય એવી દેખાવા લાગી. માલતી, યુથિકા, મલી, કેતકી, માધવી, અને ચંપકલતા વિગેરે લતાઓ પ્રકાશિત પુષ્પના બહાનાથી જાણે હસતી હોય એવી જણવા લાગી. વસંત સમય અત્યંત રમણીય દેખાવા લાગ્યું. તે વખતે માળીએ રાજસભામાં આવીને કહ્યું કે:-“હે પ્રભો ! વનમાં વસંતઋતુ વિલાસ કરી રહી છે, માટે જેવા પધારો.” તે સાંભળી તેને ઈનામ આપીને વસંતવિલાસને માટે રાજા વનમાં ગયે. ત્યાં કદાપિ કદલીગૃહની અંદર માધવીમંડપમાં જઈને કીડા કરતા, અને કઈવાર અધકીડા, કોઈવાર હસ્તીવિલાસ, કેઈવાર જળકીડા. કેઈવાર ચોરાશી આસનેથી રતિવિલાસ, કોઈવાર મલ્લ કીડા, કોઈવાર ચોપટકીડા, કોઈવાર હાસ્યકીડા, કેઈવાર નાટય કીડા, કોઈવાર ગીત શ્રવણાદિ કીડા. ઈત્યાદિ વિવિધ પ્રકારે તે વસંતકડા કરવા લાગ્યો.
એકદા તે વનમાં અથકીડા કરતું હતું, એવામાં જ જંગમ રજતગિરિ (વૈતાઢય પર્વત) સમાન શ્વેત અને ગરવ કરતે એ ચાર દાંતવાળો એક હાથી રાજાના જોવામાં આવ્યું. એટલે રાજા તેને પકડવા તેની પાછળ દોડયો. જેમ જેમ હાથી આગળ જતો ગયો તેમ તેમ રાજા પણ તેની પાછળ ચાલતે ગયે. હાથી નજીક આવતાં રાજા કુદકે મારીને તે હાથી ઉપર ચઢી બેઠે, એટલે તે રાજાને લઈને હાથી આકાશમાં ઉડો, અને વૈતાઢય પર્વત પર જઈ એક નગરની પાસેના ઉપવનમાં રાજાને ઉતારી મૂકીને તે નગરમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને ઉત્તરએણિના સ્વામી એવા મણિચૂડ રાજાને તેણે વધામણી
અને
, એટલે તે રાજા રાજા કુકકો