________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૫૩૬
છ— કરોડ ગામ-એ પ્રમાણે સમસ્ત ચક્રવતીની વિભૂતિથી. વિજયવંત એવા સુવર્ણબાહુચક્રીએ લાંબા કાળ સુધી પૃથ્વી ઉપર રાજ્ય પાલન કર્યું. તેમ કરતાં તેને ઘણા લાખપૂર્વ પસાર: થઈ ગયા.
એકદા પિતાના ભાગ્યની જેમ ઉંચા પ્રાસાદપર બેઠેલા તેણે આકાશમાં દેવોને જોયા. અને તેમના મુખથી જગન્નાથ તીર્થ. કરનું આગમન સાંભળ્યું, એટલે વેતપક્ષ (શુકલપક્ષ)ના સમુદ્રની જેમ રાજા પરમ ઉલાસ પામ્યું. તેણે વિચાર કર્યો કે –“અહો ! તે જ દેશ અને તે જ નગર ધન્ય છે કે જ્યાં ભગવંતનું આગમન થાય છે. વળી તે જ દિવસ સારા લક્ષણવાળા. અને ધન્ય છે કે જે દિવસે પ્રભુના દર્શન અને વંદન થાય છે.” એ પ્રમાણે ભાવના ભાવતા ચક્રી જિનેંદ્રને વંદન કરવા ગયા. ત્યાં ઉપાનહુ (મોજડી), તલવાર, મુગટ, છત્ર, અને ચામર એ પાંચ રાજચિહનને દૂર મૂકી તેણે જિનેશ્વરને વંદન કર્યું. પછી યથાસ્થાને બેસીને જિનવદન વચનરૂપ મેઘથી પ્રગટ થયેલા દેશનારૂપ જળનું તે આ પ્રમાણે પાન કરવા લાગ્યો –
સમ્યત્વ, સામાયિક, સંતોષ, સંયમ અને સજઝાય–પાંચ સકાર જેને હૈય, તેને અલ્પ સંસાર સમજવો. તેમાં પ્રથમ નિરતિચાર સમ્યક્ત્વ પાળવાનું છે. અને મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કરવાને છે. તે મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર-એમ બે પ્રકારે છે. તે બંનેના પણ બે બે પ્રકાર છે–દેવસંબંધી અને ગુરૂસંબંધી. તે આ પ્રમાણે –
૧ હરિ, હર, બ્રહ્માદિકના ભવનમાં ગમન અને તેમને પ્રણામ કે પૂજાદિ કરવા. ૨ કાર્યના આરંભમાં કે દુકાનમાં