________________
શ્રી પાનાથ ચરિત્ર
૨૫૧
સ્થાનભ્રષ્ટ થયા છતાં પણ ગુણેને લીધે વસતુનો મહિમા કાયમ જ રહે છે, કારણ કે વૃક્ષ પરથી ભ્રષ્ટ થયા છતાં પણ પુષ્પને લો કે મસ્તક પર ધારણ કરે છે.”
પછી સૌભાગ્ય, ભાગ્ય અને ભેગની ભૂમિરૂપ સુવર્ણ બાહુરાજા પાવતી વિગેરે બધી પનીઓ સહિત બહુ વિદ્યાધરોના પરિવારથી યુક્ત થઈ પોતાના નગરમાં આવ્યું. વિધિપૂર્વક પૃથ્વીનું પાલન કરતાં તે નરેદ્રને અનુક્રમે ચૌદ મહારને પ્રાપ્ત થય તે આ પ્રમાણે -“ચક, ચર્મ, છત્ર, દંડ, ખડૂગ, કાકિણીરત્ન, મણિ, ગજ, અશ્વ, ગૃહપતિ, સેનાપતિ, વાર્થકી અને સ્ત્રી ' આ રત્નો ઉત્પન્ન થતાં રાજાએ મહા ઉત્સાહપૂર્વક તેનો અઠ્ઠાઇમહેસવ કર્યો, એટલે તે રાજા ચકવતી કહેવાવા લાગે.
એકદા આયુધશાળામાંથી ચકરન પૂર્વ દિશા તરફ ચાલ્યું, એટલે ચકવતી સૈન્ય સહિત તેની પાછળ દિર્ગવ કરવા નીકળે. અનુક્રમે આગળ જતાં સમુદ્ર કિનારે માગધ તીર્થ આગળ આવી અષ્ટમ તપ કરી માંગધતીર્થેશ્વર તરફ તેણે બાણ છોડયું. સભામાં બેઠેલે માગધેશ્વરે પોતાની સમક્ષ પડેલા બાણને જોઈને “ અરે ! કયા બિચારા પર આજે યમને કેપ થયો છે કે જેણે મારી ઉપર બાણ મૂકયું ?” એમ બેલતાં રોષપૂર્વક તે બાણ તેણે ગ્રહણ કર્યું, પરંતુ તેની ઉપર ચકવતીનું નામ વાંચતા તે શાંત થઈ ગયો. પછી હાથમાં નજરાણું લઈ ચક્રવતી પાસે આવી નમસ્કાર કરીને તે બોલ્યો કે આપને સેવક છું.” એટલે ચક્રીએ સત્કારપૂર્વક તેને વિસર્જન કરી પારણું કરીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. આ ચકવત્તીનો વિધિ જ છે. એ પ્રમાણે સર્વત્ર અષ્ટમ. તપ કરી બાણ છોડીને અધિષ્ઠાયિક દેવને તેણે