________________
૨૫૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વશ કર્યો. દક્ષિણ દિશામાં વરદામ અને પશ્ચિમમાં પ્રભાસતીર્થના દેવને વશ કર્યા, આગળ ચાલતાં સિંધુનદીની અધિષ્ઠાયિકા દેવીને વશ કરી. પછી વૈતાઢય પર્વત આગળ આવીને ત્યાં સૈન્યને સ્થાપન કર્યું, અને સેનાપતિને મેકલીને સિંધુને અપર (પશ્ચિમ) ખંડ સ્વાધીન કર્યો. પછી તમિસ્ત્રાગુફાના અધિપતિ અને વૈતાઢ્ય પર્વત પર રહેલા કૃતમાલ યક્ષને જીતીને દંડરત્નથી સેનાની પાસે તેનું દ્વાર ઉઘાડાવ્યું. પછી પોતે હાથી પર બેસી બંને બાજુની ભીંત પર કાકિણીરત્નથી મંડલાવલી આલેખતાં ગુફામાં પ્રવેશ કર્યો. તે પ્રકાશને અનુસરીને સૌન્ય પણ પાછળ ચાલ્યું. આગળ નિમ્નગા અને ઉન્નિસ્નગા નામની બે નદીઓને સુખે સુખે ઓળંગી પચાસ જન પ્રમાણે તે ગુફાનું ઉલ્લંઘન કરી બીજીબાજુનું દ્વાર ઉઘાડીને ચકી બહાર નીકળ્યા. ત્યાં આપાત જાતિના શ્લેષ્ઠ રાજાઓને જીતીને તેણે ત્રણ ખંડ સાધ્યા. પછી સુદ્રહિમંતકુમાર દેવને વશ કરીઋષભકૂટ પર કાકિણીરત્નથી પોતાનું નામ લખી, ખંડપ્રપાત નામની ગુફા ઉઘડાવી. અને વૈતાઢ્ય પર જઈને દક્ષિણ અને ઉત્તર બંને શ્રેણિના તમામ વિદ્યાધરોને જીતી ગંગાને પૂર્વ ખંડ સેનાપતિ પાસે સધાવ્યા. ગંગાદેવીને વશ કરી એટલે ત્યાં નવનિધાન ઉત્પન્ન થયાં.
એ પ્રમાણે છ ખંડ પૃથ્વીમંડળને સ્વાધીન કરી સુવર્ણ બાહુ પાછા પોતાને નગરમાં આવ્યા. એટલે રાજાએ અને દેવતાઓએ મળી આનંદિત થઈને અત્યંત મહોત્સવ પૂર્વક તીર્થજળના અભિષેકથી બારવર્ષ પર્યત તેને મહારાજ્યાભિષેક કર્યો. બત્રીસ હજાર રાજાએ તેને સેવક થયા, ચોસઠ હજાર રાણીઓ થઈ, ચેારાશી લાખ હાથી, ચેરાશી લાખ વૈડાઓ,