________________
૨૬૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પરી હાથમાં લઈ ભિક્ષાટન કરાવ્યું અને સૂર્યને જે સદા ગગન (આકાશ) માં ભ્રમણ કરાવે છે–તે કર્મને નમસ્કાર થાઓ.”
એકદા તેણે રત્ન અને સુવર્ણાલંકારથી ભૂષિત એવા શ્રીમંત જનેને જોઈને તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ પ્રમાણે વિચાર કર્યો કે –“આ પુણ્યવંતે હજારાને મદદ આપનાર અને દેવની જેમ દિવ્ય વસ્ત્ર ધારણ કરનાર છે અને હું પોતાના પેટને પૂરવા પણ અસમર્થ છું. કહ્યું છે કે –“કેટલાક હજારોને નિભાવે છે, કેટલાક લાખને પાળે છે અને કેટલાક પુરુષે પોતાના પેટને પણ પિષી શકતા નથી–એ સાક્ષાત્ સુકૃત અને દુકૃતનું જ ફળ છે, માટે હવે તપસ્યા કરું, અને એના જે થાઉ” એમ વિચારીને ખેદથી કમઠે તાપસી દિક્ષા અંગીકાર કરી. પછી તે તપ તપવા લાગ્યો અને કંદમૂળ ફળાદિનું ભક્ષણ કરી પંચાગ્નિ તપ વિગેરે સાધવા લાગે.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન વારાણસી નામે નગરી છે. જ્યાં સ્ફટિકની હવેલીઓ પ્રસરતા અગરૂના પૂમથી જેના તટ પર વાદળાં સંચાર કરી રહ્યા છે એવા કૈલાસંપર્વતની જેવી શેભે છે, જ્યાં અનેક પ્રાસાદના ઉંચા શિખર પર રહેલી ધ્વજાઓ જાણે માણસને સદા બોલાવતી હોય, અને ધનદ શ્રીમંતે જાણે સ્વર્ગથી આવેલા દેવતા હોય એવા શેભે છે. તે નગરીમાં ઈફવાકુવંશમાં ઉત્પન્ન થયેલા અને વિશ્વ વિખ્યાત એવા અશ્વસેન નામે રાજા રાજ્ય કરતાં હતા. દાન અને શૌર્યના ગુણથી ઉત્પન્ન થયેલી તેની કતિ દશે દિશામાં વિસ્તાર પામી હતી. કારણ કે –“ભુવનમાં લક્ષમી, મુખમાં સરસ્વતી, ભુજામાં પૃથ્વી અને હૃદયમાં ધર્મબુદ્ધિ