________________
શ્રી પાનાય ચરિત્ર
૨૩
આવીને રહેલી હાવાથી જાણે રાષ પામી હેાય તેમ તેની કીર્તિ અહુ દૂર ચાલી ગઈ હતી.’ તે રાજા યુદ્ધમાં પ્રતાપી (સૂર્ય), નમ્ર પર સૌમ્ય (ચંદ્ર), દુષ્ટ પર વર્ક (મંગળ), શાસ્ત્રમાં કુશળ (બુધ), વાણીમાં બૃહસ્પતિ (ગુરૂ), નીતિમાં કવિ (શુક્ર) અને મંદમાં મ" (શિન) હતા. તેને સુંદરીજનામાં મુગટ સમાન, પવિત્ર આચારવાળી, સુરૂપવતી, શીલ અલ‘કારથી સુÀામિત અને પવિત્ર પુણ્યના પાત્રરૂપ વામાદેવી નામે પટરાણી હતી. દેવલીલાની જેમ રાજલીલાથી પંચદ્રિયના વિષયસુખ ભાગવતાં તે દંપતિ સમય પસાર કરતા હતા.
હવે પ્રાણત દેવલેાકમાં ઉત્તમ દેવદ્ધિ સુખ ભેાગવીને સુવણુ - બાહુના જીવ વિશાખા નક્ષત્રની ફાગણ વદ ૪ના દિવસે દેવલેાકથી ચ્યવીને મધ્ય રાત્રે વામાદેવીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે વામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે આ પ્રમાણે : હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સાવર, સમુદ્ર, વિમાન, રત્નરાશિ અને અગ્નિ. એ પ્રમાણે સ્વપ્ના જોઇને જાગ્રત થઈ રાણીએ સ્વપ્નદર્શનની વાત રાજાને કહી. રાજાએ ખુશ થઈ સવારે સ્વપ્નદનના વૃત્તાંત સ્વપ્નપાઠકોને ખેલાવીને કહ્યો; એટલે તેમણે વિચારીને કહ્યું કેઃ- હે દેવ ! અમારા શાસ્ત્રમાં બહાંતેર સ્વપ્ના કહ્યાં છે. તેમાં ત્રીશ મહાસ્વપ્ના છે. તેમાંના એ ચૌદ મહાસ્વપ્ના તીથકર યા ચક્રવતી ગમાં આવે ત્યારે તેની માતા જુએ છે. વામાદેવીએ તે ચૌદ મહાસ્વપ્ના જોયા છે તેથી તેના પ્રભાવથી તેને પુત્ર થશે. અને તે તીર્થંકર યા ચક્રવતી થશે ’ આ પ્રમાણે સાંભળીને રાજાને આનંદ થયા. પછી રાજાએ