________________
આ પાર્શ્વનાથ ચરિત્ર
૨૬૫
પવન વિજ્રર્વીને એક ચેાજના પ્રમાણે ભૂમિ શુદ્ધ કરી; એટલે વાયુ વડે ભૂમિને સ્વચ્છ કરીને તે જિનેશ્વર પાસે બેસીને ગાવા લાગી. પછી મેઘ'કરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તૈાયધાર, વિચિત્રા, વારિષણા અને ખલાહકા—એ ઉલાકમાં વસનારી આઠ દિકુમારીએ મેઘ વિકુર્થીને એક ચેાજના પ્રમાણ પૃથ્વી સી'ચી અને પુષ્પવૃષ્ટિ કરી, પછી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી તે નાનાવિધ ધવલ ગીત ગાવા લાગી. પછી નદાત્તરા, નંદા, સુનંદા, નંદિવર્ધિની, વિજજા, વૈજય'તી, જય'તી અને અપરાજિતા—એ આઠ દિકુમારીએ પૂર્વ રૂચકથી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી હાથમાં દશ લઈને ઉભી રહી. પછી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, ચશેાધરા, લક્ષ્મીવતી, શૈષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા–એ આઠ દિકુમારીએ દક્ષિણે રૂચકથી ત્યાં આવી જિનેશ્વર અને જિનમાતાને નમસ્કાર કરી હાથમાં કળશ લઈને ઉભી રહી. પછી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા, અને સીતા-એ આઠ દિકુમારીએ પશ્ચિમ રૂચકથી આવી જિનેશ્વર તથા જિનમાતાને નમન કરી હાથમાં પંખા લઈને ઉભી રહી. પછી અલ‘જીસા, અમિતકેશી, પુ`ડરીકા, વારૂણી, હાસા, સપ્રભા, શ્રી અને હી-આઠ દિકુમારીએ ઉત્તર રૂચકથી આવી હાથમાં ચામર લઈને ઉભી રહી. પછી વિચિત્રા, ચિત્રકનકા, તારા અને સૌદામિની–એ ચાર દિમારીએ વિદિશામાં રહેલા રૂચક પ ́તથી આવીને દીપક હાથમાં લઈને ઉભી રહી. પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી એ ચાર દ્વિમારીએ રૂચકદ્વીપથી આવી જિનેશ્વરના નાભિનાળને ચાર અંગુળ ઉપરાંતનુ