________________
૨૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તેમના સત્કાર કરી બહુ દ્રવ્ય અને વસ્ત્રાદિ આપીને વિસર્જન કર્યા. પછી રાણી હર્ષિત થઈને ગર્ભ ધારણ કરવા લાગી. વધતા એવા ગર્ભના અનુભાવથી રાજાની રાજ્યલક્ષ્મીને કુબેરના આદેશથી દેવતાએ વધારવા લાગ્યા. પુષ્કળ વાપરતા પશુ ૩ લક્ષ્મીમાં આછાસ આવતી નહિ. ક્રિકરીની જેમ દેવીએ વામાદેવીનું સર્વ ઈષ્ટ પૂરવા લાગી. એ પ્રમાણે સુખપૂર્વક ગર્ભને ધારણ કરતાં વામાદેવીએ અનુક્રમે વિશાખા નક્ષત્રમાં પાષ માસની (માગશર વદ ૧૦) કૃષ્ણ દશમીના દિવસે ત્રણે ભુવનમાં પ્રકાશ કરનાર, સર્પના લાંછનયુક્ત અને નીલરનના જેવી નીલ (કૃષ્ણ) કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યા. તે વખતે આકાશમાં દુંદુભિનાદ થયા, દિશાઓના મુખ પ્રસન્ન થયા. નારક જીવાને પણ એક ક્ષણભર સુખ થયુ, વાયુ પણ સુખસ્પર્ધા યુક્ત મહદ મંદ વાવા લાગ્યા, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયા પણ આનદિત થયા અને ત્રણ ભુવનમાં પ્રકાશ થયા.
તે વખતે તત્કાળ દિકુમારીએનાં આસન ચલાયમાન થયા, એટલે અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ થયેલા જાણીને તે નૃત્ય કરવા લાગી અને અનુક્રમે તે સ્વસ્થાનથી સૂતિકાસ્થાને આવી. પ્રથમ ભાગકરા, ભાગવતી, સુભાગા, ભાગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિદિતા–એ આઠ દિકુમારીએ મેરૂચકના અધા ભાગમાં રહેનારી ત્યાં આવીને જિનેશ્વર તથા જિનમાતાને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી કે ઃ હે જગન્માત! હે જગતને દીપક આપનારી ! તમને નમસ્કાર થાએ. અધેલાકમાં વસનારી અમે દિકુમારીએ જિનેશ્વરના જન્મોત્સવ કરવા આવી છીએ, માટે તમારે બીવુ' નહિ.' એમ કહી સવ કે