________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૫૯
આવીશ પરિષહ સહન કરવા લાગ્યા, અને શ્રી જિનેશ્વરની અનુજ્ઞા લઈને અનુક્રમે એકાકી વિહાર કરવા લાભાર તેમજ ધર્મધ્યાનમાં લીન થઈને કર્મનો ક્ષય કરવા લાગ્યા. તે પછી કેટલાક દિવસે જતાં તેમણે આ પ્રમાણે વીશ સ્થાનકની આરાધના શરુ કરી –
અરિહંત, સિદ્ધ, પ્રવચન, *ગુરૂ, પથવિર બહુશ્રુત, તપસ્વી એ સાતની ભક્તિ કરવી, વારંવાર જ્ઞાનનો અભ્યાસ કરવો, દર્શન, વિનય, આવશ્યક, ૧૨ બ્રહ્મચર્ય, ૧કિયા, ૧૪ક્ષણવત૫, ૧૫ધ્યાન, વૈયાવચ્ચ, ૧૦સમાધિ, ૧૮અપૂર્વજ્ઞાન-ગ્રહણ ૧૯સૂત્રભક્તિ અને પ્રવચનની પ્રભાવના–એ વીચ સ્થાનકેના આરાધનથી જીવ તીર્થકરપણને પામે છે. એ વિશે સ્થાનકે તેમણે આરાધ્યા.
એકદા સુવર્ણ બહુ મુનીશ્વર વિહાર કરતા ક્ષીરગિરિ પાસે એક મહા અટવીમાં પ્રતિમાએ રહ્યા.
હવે કમઠનો જીવ કુરંગક ભિલ્લ નરકમાંથી નીકળીને તેજ પર્વત પર સિંહ થયો. તે સિંહ અટવીમાં ભમતાં ત્યાં આવ્યો. એવામાં એમના જેવા ભયંકર એવા તેણે દૂરથી તે મહર્ષિને જોયા. એટલે પૂર્વના વૈરને લીધે પૃથ્વી પર પુચ્છને પછાડતે તે સિંહ મુખ પ્રસારી દોડ. તે વખતે તેણે કરેલા ભૂતકારના પ્રતિશબ્દથી પર્વત ગાજી ઉઠશે. પછી રૌદ્રધ્યાની એવા શિહે શુકલધ્યાનસ્થ તે મહામુનીશ્વરને ચપેટે માર્યો, એટલે મુનીશ્વરે વિશેષે શુકલધ્યાનને વધારતાં, તેને અનુપમ અતિથિ ગણતાં, રાગદ્વેષથી રહિત થઈ સભ્યફ અલોચના કરી, સર્વ પ્રાણુઓને