________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ર૫૭
એ પ્રમાણે દેશપ્રસિદ્ધ લૌકિક દેવગત (૫વંગત) મિથ્યાત્વ અનેકવિધ છે. અને લૌકિક ગુરૂ, બ્રાહ્મણ, તાપસ, યેગી વિગેરેને નમસ્કાર કરવો, તાપસ પાસે જઈને “છે રિવાજ” એમ બેલવું, મૂળ આશ્લેષાદિ નક્ષત્રમાં બાળક જન્મે ત્યારે વિક્ત ક્રિયા કરવી, વિપ્રાદિકની કથા સાંભળવી, તેમને ગાય, તલ, તેલ વિગેરેનું ભોજન આપવું, તેમના બહુમાનને અર્થે તેમને ઘરે જવું—એ વિગેરે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ છે. લોકેત્તર દેવગત મિથ્યાત્વ તે પરતીર્થિકોએ સંગ્રહિત જિનબિંબની પૂજા કરવી, પરચાવાળા એવા શ્રી શાંતિનાથ પાર્શ્વનાથાદિની પ્રતિમાઓની આ લેકનિમિત્તે યાત્રા અને માનતા વિગેરે કરવી. અને લોકેશ ગુરૂગત મિથ્યાત્વ–તે લોકેત્તરલિંગી એવાં પાસસ્થાદિકને ગુરૂબુદ્ધિથી વંદનાદિ કરવું અને ગુરૂસ્થાનાદિના ઐહિક ફળ નિમિત્તે યાત્રા તથા માનતા વિગેરે કરવી તે. ટુંકામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ નીચેના બે શ્લોક પરથી બરાબર સમજી શકાય તેમ છે –
“या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । धर्म च धर्मधोः शुद्धा, सम्यक्त्वमुपलभ्यते ॥ अदेवे देवताबुद्धि-गुरुधीरगुरौ च या । अधर्म धर्मबुद्धिश्च, मिथ्यात्वमेतदेव हि" ॥
૧૭