________________
૫૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર “સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરબુદ્ધિ અને સુધર્મમાં શુદ્ધ ધર્મબુદ્ધિ રાખવી-તે સમ્યકત્વ અને કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને કુધર્મમાં ધર્મબુદ્ધિ-તે મિથ્યાત્વ કહેવાય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કર, મિથ્યાત્વથી છવ અનંતકાળ સંસારમાં ભમે છે. માટે કેવળ સમ્યકત્વને જ અંગીકાર કરવું. કારણ કે – જેમણે માત્ર અંતમુહૂર્ત સમ્યકત્વની સ્પર્શના કરી હોય છે તેમને અર્ધ પુદ્દગલપરાવર્ત માત્ર સંસાર રહે છે. વળી કરડે ભવમાં પ્રાપ્ય એવી મનુષ્યભવાદિ સમસ્ત સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાનસમાન એવા ધર્મની આરાધનામાં સદા ચન કરે” તેમજ “ધર્મને અવસર પામીને વધારે વિસ્તારથી તે કરવાને માટે પણ વિવેકી પુરુષે વિલંબ ન કરવો. કારણ કે વિલંબ કરવાથી રાત્રિ પસાર થયા પછી બાહુબલિ ભગવંતના દર્શન પામી શક્યા નહીં.” હે મહાનુભાવે ! આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે, માટે ધર્મની જ આરાધના
કરવી »
આ પ્રમાણે એકાગ્ર મનથી જિનેશ્વરના વચનામૃતનું પાન કરતાં અને શુભ અધ્યવસાયથી ઉહાપોહ કરતાં ચકવતીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે પૂર્વે આરાધેલ ચારિત્રનું સ્મરણ થયું અને વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે “હવે રાજ્યથી મારે સયું, હવે તે મોક્ષને માટે જ હું યત્ન કરીશ.” એમ નિશ્ચય કરીને તેણે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને જગન્નાથ પાસે ક્ષિા અંગીકાર કરી. પછી નિરતિચાર ચારિત્ર પાળતાં તપ તપતાં અને અગ્યાર અંગ ભણતાં તે અનુક્રમે ગીતાર્થ થયા. તે