________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
તે અનુક્રમે યૌવન પામ્યું, એટલે તેને યુવરાજ પદવી આપવામાં આવી.
એકદા રાજા વાતાયન (ગેખ) પર બેસીને શુભ ધ્યાન ધ્યાતાં જાતિસ્મરણ પામે, એટલે પૂર્વભવે આરાધેલ ચારિત્ર તેને યાદ આવ્યું. પછી તે સ્વબુદ્ધિથી વિચારવા લાગે કે –
અહો ! ભવસમુદ્રના મોજાંઓ કેને ભમાવતા નથી? કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક વિલય પામે છે, કેટલાક ગાય છે, કેટલાક રૂદન કરે છે, કેટલાક હસે છે અને કેટલાક માથે હાથ દઈ વિલાપ કરે છે આગ લાગતાં વિચક્ષણ પુરૂષ અ૮૫ વજનદાર અને બહુ કિંમતી ચીજ લઈ લે છે, તેમ આ મનુષ્યભવમાં પણ કરવાનું છે. સંસાર સમુદ્રના અવગાહનમાં ચારિત્રરૂપ નાવ વિના ભવસાગર શી રીતે કરી શકાય ?” એ પ્રમાણે વરાગ્ય રંગથી રંગિત થઈ વ્રત લેવાની ઈચ્છાથી રાજાએ મિત્રની જેમ પોતાના પુત્રને બે લાવીને સ્વાભિપ્રાય દર્શાવ્યો. એટલે ચકાયુથ બેલ્યો કે –“હે તાત! હું તમારા ચરણની સેવા કરવા તત્પર છું. અત્યારે આ પ્રસંગ કે? પાછલી અવસ્થામાં વ્રત લેવું ઉચિત છે, અત્યારે તે પ્રજાનું પાલન અને મારૂં લાલન કરવું ચોગ્ય છે.” એટલે રાજા બેલ્યો કે - વત્સ ! પાછલી અને પ્રથમ વય માટે કાળ ક્યાં રાહ જુએ છે? માટે તું મને ધર્મમાં અંતરાય ન કર. વળી ચવિતને વારંવાર ચાવવાથી શું? તેથી તું પૂર્વકમાગત રાજ્યભારને ધારણ કર, કે જેથી હું તારી સહાયતા વડે સ્વાર્થ સાધક થાઉં.' એમ કહી મૌન ધરી રહેલા પુત્રને રાજ્યપર બેસાડી રાજાએ ક્ષેમકર નામના તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી. તે વજનાભમુનિએ