________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૪૨ ભગવંતએ કહેલાં સુતામાં દઢ શ્રદ્ધા એ પ્રમાણેના લોકેનર ગુણો વડે સુખની પ્રાપ્તિ થાય છે તથા અત્યાહાર અતિ આયાસ ( પ્રયાસ), અતિ પ્રજ૫ (બહુ બલવું ), નિયમે ન લેવા. લોકોને બહુ પ્રસંગ અને દિનતા-આ છ વાનાથી યેગી પુરૂષ વર્જિત હોય છે. વળી એગી તે ક્રિયા વડે થવાય છે, માત્ર વચને
ચારણથી યેગી થવાતું નથી. કિયારહિતના સ્વેચ્છાયુક્ત વર્તનથી કેનું ચારિત્ર સીદાતું નથી–નાશ પામતું નથી ? વળી ગમે તે આશ્રમમાં રહીને પણ ધર્મભૂષિત પ્રાણુ ધર્મ આચરી શકે છે, કેમકે ધર્મ તે સર્વ પ્રાણીઓમાં સમાન ભાવ ધરાવે છે, તેમાં લિગ કંઈ (પ્રબળ) કારણ નથી.”
આ પ્રમાણે ગુરૂમહારાજે ધર્મનું રહસ્ય કહ્યા પછી ફરી કુબેરે પૂછ્યું કે –“હે ભગવન્! દેવ, ગુરૂ અને ધર્મ કોને કહીએ ?' એટલે ગુરૂ આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે મહાભાગ! સાંભળ :
રાગદ્વેષથી રહિત મહ–મહામત્વને હણનાર, કેવળજ્ઞાન
કેવળદર્શનયુક્ત, સુરાસુરેંદ્રને પૂજ્ય, સભૃતાર્થના ઉપદેશક, અને સમગ્ર કમને ક્ષય કરીને પરમપદને પ્રાપ્ત થયેલ એવા વીતરાગ જિન–તે દેવ કહેવાય. ગંધ, પુષ્પ અને અક્ષતાદિકથી તે જિદ્રની દ્રવ્યપૂજા કરવી, તેમના બિબની પૂજા વિગેરેમાં યથાશક્તિ દ્રવ્ય વાપરવું. સર્વજ્ઞની ભાવપૂજા વ્રતના આરાધનરૂપ કહી છે. તે દેશવિરતિ–એમ બે ભેદે છે. તેમાં જીવહિંસા વિગેરેને એક દેશથી નિષેધ–તે દેશવિરતિ અને સર્વથા નિષેધ-તે સર્વવિરતિ.