________________
૨૪૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
લાંબા સમય સુધી રાજય કરે અને રાજ્યસુખ ભેગ. પછી, રાજાએ વિભૂષિત, મુખે હાસ્ય કરતા અને પ્રસન્ન એવા પુત્રને જોઈ હર્ષ અને વિસ્મય પામી કહ્યું કે –“આ શું? એટલે મંત્રીએ સર્વ લેક સમક્ષ પિતાના આદેશથી માંડીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને રાજા પોતાના સ્વભાવથી બહુજ લજજા પામે, અને મંત્રીને આલિંગન દઈને સ્નેહસહિત બે કે તું મારા બંધુ છે, તારે ઉપકાર હું કદી પણ ભૂલી જવાનો નથી; તું નિશ્ચિત મનવડે સુખે અહીં રહે અને સુખ ભેગવ” પછી તે સ્વામી, સારી સ્ત્રી અને સુમિત્રના સુખને પામીને સુખી થા. છેવટે રાજા અને પ્રધાન સત્સંગમાં તત્પર રહી, રાજ્ય સુખ ભોગવી અને સુગુરૂ પાસેથી ઘર્મપામીને અને અનશન કરી સ્વર્ગે ગયા.
ઈતિ પ્રભાકર દષ્ટાંત.
આ પ્રમાણે તેમને ઉપદેશ સાંભળીને કુબેર પ્રતિબંધ પામ્ય અને ગુરૂમહારાજને કહેવા લાગ્યું કે:-“હે ભગવન્! ફરીને પણ થોડા શબ્દોમાં ધર્મનું બધું સમીહિત સ્વરૂપ આવી જાય, તે રીતે કહો.” ગુરૂ બોલ્યા કે-“હે મહાભાગ! તું ધર્મનું રહસ્ય સાંભળ.
વિનય, સુત્રતા ચારણ, ધર્મોપદેશક ગુરૂની શુશ્રુષા તેમને નમસ્કાર, તેમની આજ્ઞા માનવી, મૃદુ બોલવું, જિનપૂજાતિમાં વિવેક, મન, વચન અને કાયાની શુદ્ધિ અને સારા સંગ, ધમ મિત્ર સાથે સંગ, સુતત્વ અને તવશ્રદ્ધાન નિશ્ચય એટલે જિનેશ્વર