________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૩૫
રહ્યો અને રાજપુત્રની સાથે તે નગરમાં ગયા. ત્યાં પરસ્પર તેમની મિત્રતા થઈ.
એકદા પ્રભાકર વિચારવા લાગ્યા કે – “ અહા ! એનુ ચાતુર્ય, અહા ! એનાં મધુર વચને, અહા ! યૌવનવયમાં પણ એનુ' ઔચિત્ય, અહા ! એનું સ્વચ્છ જ્ઞાન! કહ્યુ છે કે:-'કેટલાક દ્રાક્ષની જેમ ખાલ્યવયમાં પણ મધુર હાય છે, કેટલાક આમ્રફળની જેમ પરિપકવ થાય ત્યારેજ મધુર થાય છે અને કેટલાક ઇંદ્રવરણાના ફળની જેમ મધુર થતાજ નથી.' તેમજ વળી :~~
“બાતો ત્તિ મુળા સુનં, સામૂર્તમä વચઃ । यस्यैव दर्शनेनापि, नेत्रं य सफलीभवेत् " ॥
આકૃતિમાં ગુણેા રહેલા છે, એ વચન સત્ય છે; કાર કે સુંદર આકૃતિવાળાના દર્શન માત્રથી પણ નેત્ર સફળ થાય. છે.' માટે હવે આની સેવા કરીને કુસ્વામીના સ`ગથી લાગેલ દોષરૂપ મેલને ધોઈ નાખુ..' આ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર રાજપુત્રની સેવા કરવા લાગ્યા અને તેણે આપેલ મકાન ( ઘર )માં તે સુખે રહેવા લાગ્યા. અનુક્રમે ત્યાં રહેતાં તેણે ઉત્તમ પ્રકૃતિવાળી તેમજ ધૈર્ય, ગાંભીય અને વિનયશીલ એવી સુપ્રભા નામે એક સ્ત્રી કરી અને મેટા વેપારી, પાપકારી તેમજ દયાળુ એવા વસંત શેઠને પોતાના મિત્ર બનાવ્યા. એ રીતે તે સુખે સમય ગાળવા લાગ્યા.
•
અન્યદા રાજા મરણ પામતાં ગુણસુંદર રાજગાદીપર બેઠા, અને સ કાર્યને કરનાર પ્રભાકર તેના મત્રી થયા. પ્રજાનુ