________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૩૩
ગયા. ત્યાં તેને નિગ્રહ કરવાને તે તૈયાર થયા, એટલે પ્રભાકર ગરીબાઈથી બે કે –મેં પૂર્વે તમારા ઉપર ઉપકાર કર્યો છે, માટે મારી રક્ષા કરો અને મને સ્વામીની પાસે લઈ જાઓ. આમ કહેવાથી તેઓ તેને ઠાકર પાસે લઈ ગયા, એટલે તે કરૂણા ઉપજે તેવી રીતે બે કે –“હે દેવ ! તમે મારા પિતાતુલ્ય સ્વામી છો, તમારૂં જ મને શરણુ છે, માટે આ મારે એક અપરાધ ક્ષમા કરો, તે સાંભળીને સિંહ ભ્રગુટભંગથી થઈને બોલ્યા કે –“અરે ! દુષ્ટ ! મેર સેંપી દે અથવા ઈષ્ટ દેવતાને સંભારી લે. તે વખતે તેના મિત્ર અને સ્ત્રી વિના બધા લોકે -વ્યાકુળ થઈ ગયા. પછી તેણે વિચાર્યું કે મારા પિતાના વચનનું ઉલ્લંઘન કરવાથી મને આવું ફળ પ્રાપ્ત થયું, એ રીતે પિતાનું વચન ફરી ફરી સંભારી તેનો મોર તેને સોંપી સિંહ ઠાકરની રજા લઈને પ્રસન્ન મુખથી તે આગળ ચાલ્યા. સિંહે તેને રહેવા માટે બહુ કહ્યું, છતાં પણ તે રહ્યો નહિ. અને કહ્યું કે – “પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યા છતાં કેણ સ્થિરતા કરે ?”
આગળ ચાલતાં તેણે વિચાર કર્યો કે –“અહો ! એમના દુષ્ટ ચેષ્ટિતને ધિકકાર થાઓ ! દુર્જનની સંગતિ કિપાકવૃક્ષની છાયાની જેમ દુઃખદાયક થાય છે. એમના પર મેં જે ઉપકાર કર્યો હતે તે બધા ભસ્મીભૂત થઈ ગયો. મૂર્ખ અને દુષ્ટ જનેની સંગતિ કરતાં મૃત્યુ પણ વધારે કલ્યાણકારક છે. કારણ કે – પંડિત શત્રુ સરે, પણ મૂખ હિતકારક સારો નહિ. જુઓ! વાનર મિત્ર રાજાનો નાશ કરવા તૈયાર થયો, તે વખતે વિપ્ર ચારે બચાવ કર્યો. (આ દષ્ટાંત અન્યત્ર આવે છે.) વળી–