________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. થયું.” આ પ્રમાણે કહેવાથી ધનદત્ત સમજ્યા. પછી પુણ્યકાર્ય કરીને તે બંને ભાઈ સુખી થયા અને પરભવમાં દેવગતિને પામ્યા.
માટે હે ભવ્યજનો ! સાંભળે જેમ એક કેડીને માટે તે ધનદત્ત હજાર રત્ન હારી ગયે, તેમ ફુલની માળા. ચંદન, સ્ત્રી અને ધનાદિકના સુખ કેડીરૂપ છે, તેને માટે આ જીવ હજાર રત્ન સમાન મોક્ષ સુખ હારી જાય છે, માટે ભવ્યજનોએ ધર્મને માટે યત્ન કરે અને પ્રમાદને સર્વથા ત્યાગ કરે. કારણ કે, “પ્રમાદ પરમ દ્વેષી છે, પ્રમાદ પરમ શત્રુ છે, પ્રમાદ મુક્તિને ચાર છે અને નરકના સ્થાનરૂપ છે.” માટે ધર્મ કરે. તે ધર્મ મુનિ ધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકાર છે. તેમાં મુનિધર્મ દુષ્કર છે અને શ્રાવકધર્મ બારવ્રતરૂપ સુખે પળાય એવે છે. તેમાં મુખ્ય પાંચ અણુવ્રત છે તે આ પ્રમાણે છે. અહિંસા એટલે પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ. અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહનું પ્રમાણ અથવા વિરમમ. તેમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ફળ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલ છે. “કૃપાવડે આદ્રચિત્ત રાખવાથી દીર્ઘ આયુષ્ય મળે છે, સારૂં શરીર અને ઉચ્ચગોત્ર, ઘણું ધન અને બહુ બળ મળે છે. ઉંચા પ્રકારનું સ્વામિત્વ. અખંડ આરોગ્ય અને ત્રણે જગતમાં અતિશય પ્રશંસા પ્રાપ્ત થાય છે, તેમજ સંસારરૂપી સાગર સુખે તરી શકાય છે. વળી ધન ગાય અને જમીન આપનારા પૃથ્વી પર સુલભ છે, પણ પ્રાણીઓને અભય આપનાર પુરૂષ લેકે માં દુર્લભ છે. મનુષ્ય કૃમિ, કીટ અને પતંગ તથા ઘાસ અને ઝાડાદિમાં પણ સર્વત્ર દયા કરવી.
' ' .
' .
'