________________
૨૦૬.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ગયે, એટલે મિત્રાદિકોએ બહુ કહ્યા છતાં પણ તેણે ભજન ન કર્યું, કહ્યું છે કેअपहियं कायव्वं, जइ सका परहिअंपि कायव्वं । अप्पहियपरहियाणं, अप्पहिअं चेव कायव्वं ॥
ઉત્તમ જીવે આત્મહિત કરવું અને જે શક્તિ હોય તે પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આ મહિતા પહેલાં કરવું.”
હવે શ્રાવકે તે કંઈક અંધકાર પ્રસરતાં છતાં પણ નિર્ધસપણે યથેચ્છ ભોજન કર્યું. ભેજન કરતાં તેના મસ્તક પરથી એક જૂ ભેજનમાં પડી તે ખાવામાં આવી ગઈ. તેના ભક્ષણથી તે જળદરના મહાવ્યાધિથી અત્યંત પીડિત થઈને મરણ પામ્યો. રાત્રિભેજનના નિયમનો ભંગ કરવાથી તે કુર બિલાડે થયે. અને તે ભવમાં દુષ્ટ કુતરાથી કદર્થના પૂર્વક મરણ પામીને નરકમાં નારકી થયે.
રાત્રિભોજનમાં આસક્ત એવો મિથ્યાદ્રષ્ટિ પણ એક વખત વિષમિશ્રિત આહાર જમવામાં આવવાથી સપ્ત રીતે તૂટતા આંતરડાની ગાઢ પીડા અનુભવી મરણ પામીને પેલા મિત્રની જેમ બિલાડે થયો, અને પછી નારકી થયા.
- ભદ્રક તે સારી રીતે નિયમને આરાધવાથી સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયે. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને એક નિધન બ્રાહ્મણને શ્રીપુંજ નામે પુત્ર થયો અને મિથ્યાત્વીને જીવ તેને શ્રીધર નામે ના ભાઈ થયે.