________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બહુબીજ–તે પંપિટાદિક અત્યંત પટરહિત કેવળ બીજમય હોય છે. તે દરેક બીજે રહેલા છવની હિંસા થાય માટે વર્જનીય છે. અને જે અત્યંતર પટસહિત બીજમય દાડિમ, ટિંડેરા વિગેરે છે તે અભક્ષ્ય ગણાતા નથી.
અનંતાય–તે અનંત જીના ઘાતથી થતાં પાપના હેતુભૂત હોવાથી વર્જનીય છે. કારણ કે મનુષ્ય કરતાં નારક છે, તે કરતાં બધા દેવો, તે કરતાં પચેંદ્રિય તિર્યંચે, તે કરતાં બેઇઢિયાદિક, તે કરતાં અગ્નિકાય છ–એ યથોત્તર અસંખ્યાતગુણ કહ્યા છે. તે કરતાં પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાય—એ યથાક્રમે અધિક કહ્યા છે, એ સર્વ કરતાં મોક્ષના જી અનંતગુણુ છે અને તે કરતાં પણ અનંતકાય જી અનંતગુણ છે. તે સ્પષ્ટ રીતે આગળ દર્શાવવામાં આવશે.
સધાન (બેળ અથાણું તડકામાં ત્રણ દિવસ સુકવ્યા વિનાનું)-નિબુક (લિંબુ) અને બિલ્વાદિકના અથાણામાં અનેક જીવોને ઉત્પન્ન થવા સંભવ હોવાથી વ્યવહારથી ત્રણ દિવસ ઉપરાંત તે અભક્ષ્ય ગણાય છે.
લવાતે કાચા ઘોળમિશ્ર વડાં. (દહીંવડા) ઉપલક્ષણથી કાચા (ગરમ કર્યા વિનાના) ગેરસ (દુધ, દહીં અને છાશ સાથે દ્વિદળ પણ સમજી લેવા. તેમાં સૂક્ષમ જીવોની ઉત્પત્તિને સંભવ છે અને તે કેવળીગમ્ય છે. દ્વિદળનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે જેને પલતાં (દળતાં) બે ફાડીયા