________________
૨૨૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કૃપા કરશે। ત્યારે જ હું ભાજન કરીશ. ' તેણે એવા દૃઢ અભિગ્રહ લીધેા તેથી ત્રીજે દિવસે દેવી પ્રત્યક્ષ થઈને ખાલી કે - હે ભદ્રે ! શા માટે કષ્ટ કરે છે? અત્યારે સારા લક્ષણવાળા પુત્ર તને નહિ થાય, અત્યારે તે પરદારાસક્ત, ચાર અને જુગારી-એવા પુત્ર થશે. માટે થાડા વખત રાહ જો, પછી તને ઉત્તમ પુત્ર આપીશ.' એટલે તે ખેલ્યા કે –‘હું રાજાને પૂછી જોઉં.' એમ કહીને તે રાજાને પૂછવા ગયા. રાજાને દેવીનું કથન કહી સંભળાવ્યું, એટલે રાજાએ વિચારીને કહ્યું કે—દેવીને કહે –ભલે ગમે તેવા પુત્ર થાય, પણ તેનામાં વિનય અને વિવેક હાવા જાઇએ.' એમ સાંભળીને તે દેવી પાસે આવ્યા અને કહ્યું કેઃ—હે ભગવતી ! ભલે તેવા અવગુણી પુત્ર આપા, પણ તેમાં વિનય અને વિવેક હોવા જોઇએ.’ દેવીએ કહ્યું કે-‘અસ્તુ. તને પરદારાસક્ત ચાર અને જીગારી પુત્ર થશે, પણ તે વિવેકી અને વિનયી થશે.' આ પ્રમાણે કહીને દેવી અદૃશ્ય થઇ, એટલે પ્રધાન દેવીને નમસ્કાર કરીને પોતાના ઘરે જવાને ચાલ્યા; એવામાં તેણે બીજી એક વૈશ્યા શ્રી રાખેલી હતી, તેણે મત્રીને દેવીના ભવને ગયેલેા જાણીને તેટલા દિવસ ભાજનના ત્યાગ કર્યો હતા અને ભૂ (જમીન ઉપર) શય્યા કરતી હતી. તેણે તે દેવીની પ્રસન્નતાનુ સ્વરૂપ જાણીને દાસી પાસે બળાત્કારથી પેાતાને ઘેર તેડાવ્યા, એટલે તે મંત્રી પણ્ તેના ઘરેજ જઈને સ્નાન તથા ભાજન કરી રાતભર રહ્યો અને સવારે પેાતાના ઘરે જતાં મનમાં ખેદ લાવીને વિચારવા લાગ્યા કેઃ— અહા ! મને ધિકકાર થા. સુકુળવતી સ્ત્રીની ઉપેક્ષા કરીને હું અહીં જ રાત્રી રહ્યો. દેવીને પ્રસાદ પામીને હું