________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અહિંસા સમાન ધર્મ નથી, સંતેષ સમાન વ્રત નથી. સત્ય સમાન શૌચ (પવિત્રતા નથી અને શીલ સમાન મંડન (ઘરેણું) નથી. સત્ય-એ પ્રથમ શૌચ છે, તપ-એ બીજું શૌચ છે, ઇંદ્રિયનિગ્રહ–એ ત્રીજું શૌચ છે, સર્વ સત્વ (જીવ)ની દયા
એ ચોથું શૌચ છે, ત્યાર પછી પાંચમું જળશૌચ છે. (અર્થાત પહેલા ચાર શૌચ વિના પાંચમું શૌચ કામનું નથી.) મનના મેલને ત્યાગ તે સ્નાન છે, અભયદક્ષિણ (જીને અભય આપવું) તે દાન છે. તત્વાર્થધ તે જ્ઞાન છે અને વિકારરહિત, મન તે ધ્યાન છે.”
ઘરે વસતા અને નિત્ય સ્નાન ન કરતા એવા પુરૂષે તપ વિના પણ કેવળ મનશુદ્ધિથી શુદ્ધ થાય છે, કહ્યું છે કે–બંધ અને મોક્ષનું કારણ માણસનું મન જ છે. જુઓ મનુષ્ય જેમા કાંતાનું આલિંગન કરે છે તેમજ પુત્રીનું પણ આલિંગન કરે છે, પરંતુ તે બંનેમાં મન જુદા પ્રકારનું છે” “સામ્યને અવલંબીને પુરૂષ એક અર્ધક્ષણમાં જેટલાં કર્મને ખપાવી શકે, તેટલાં કર્મ કે ટીજન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ ખપાવી ન શકે. ધર્મના મૂળ વિનય અને વિવેક છે, તે વિના શ્લાઘા નથી. કહ્યું છે કે વિનય એ ધર્મનું મૂળ છે, તપ અને સંયમ– વિનયને લીધેજ છે. વિનયહીનના તપ અને ધર્મ કેવાં? કાંઈ નહીં. વિનયી લીમી, યશ અને કીર્તિને મેળવી શકે છે, પણ દુર્વિનયી કદાપિ સ્વકાર્યસિદ્ધિને સાધી શકતું નથી. પર્વતમાં જેમ મેરૂ, ગ્રહોમાં જેમ સૂર્ય, રત્નમાં જેમ ચિંતામણિ તેમ, ગુણમાં વિવેક શ્રેષ્ઠ છે. વિવેકગુણ સર્વ ગુણોમાં વધારે શ્રેષ્ઠ છે. વિવેક વિના અન્ય ગણે પણ નિર્ગુણ પ્રાયઃ થાય છે કહ્યું