________________
૨૨૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
થયું. એટલે તેણે તે લઈ લીધે. પછી તેને સંતાડી સાશંકમનથી તે જવાને તૈયાર થયે; એવામાં ક્ષણભર વિવેક વડે તે વિચાર લાગ્યા કે “અહો ! મને ધિક્કાર થાઓ. મેં આ વિશ્વનિંદિત કર્મ શું કર્યું? પૃથ્વી પર ચેરી સમાન બીજું પાપ નથી. એમ વિચારી હારને પાછે તે જ સ્થાને મૂકીને ઘરે આવ્યા. વળી એકદા કીડા કરવા માટે રાજમંદિરમાં અખલિત ગતિથી ભમતાં રાજપત્નીએ કામરાગથી ભેગને માટે તેને બોલાવ્યા. રાણીએ તેને કહ્યું કે-“હે સુમતે ! અહીં આવ. આ સ્થાન એકાંત છે, માટે મારી સાથે વિલાસ કર.” તે સાંભળીને સુમતિ કુમતિને વશ થઈ તેની પાસે જવા ચાલ્યો એટલામાં બંધુની જેમ વિવેકે તેને અટકાવ્યો. તે વિચારવા લાગે કે –“અહો ! મને ધિક્કાર થાઓ, કે માતા સમાન રાજપત્ની પર મેં સવિકારી મન કર્યું. પરસ્ત્રીના સંગથી આ ભવમાં શિરછેદ વિગેરે અને પરભવમાં નરકની વેદના પ્રાપ્ત થાય છે. તે જ મહાન અને તે જ પંડિત છે કે આ સર્પિણી સમાન કુલટાઓથી દૂર રહે છે. મારે હવે પછી પરનારી સહેદરરૂપ મહાવ્રત પાળવું” એ પ્રમાણે વિચાર કરીને તેને પગે પડી તે સ્વસ્થાને ગયે.
એકદા કૌતુકી એ તે કીડા કરવા કૌતુકથી જુગારીઓ પાસે આવ્યો. તેમનું વ્યસન અને સ્વરૂપ જોયું. કેટલાક કજીયા કરતા હતા, કેટલાક દ્રવ્ય હારી જતા હતા, કેટલાક હસતા હતા અને કેટલાક ચરતા હતા તેવું સ્વરૂપ જોઈને તે ચિંતવવા લાગે કે-“ અહે! જુગારના વ્યસનને ધિકકાર થાઓ. કહ્યું છે કે –“હે જુગારીઓ ! જુગારનું વ્યસન કેમ છોડતા નથી?