________________
૨૨૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભરતક્ષેત્રમાં વિરપુર નામના નગરમાં યજ્ઞકરનાર, યજ્ઞ કરાવનાર અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહરૂપ વકર્મમાં તત્પર એવો દિવાકર નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને પ્રભાકર નામે પુત્ર હતું. તે સર્વત્ર નિરંકુશ થઈને ભમતે, સ્વેચ્છાએ રમતે, ધાતુને ધમતે, જુગારને સેવતો અને જયાં ત્યાં સ્વેચ્છાએ કીડા કરતું હતું. તેને પિતા તેને શિખામણ આપતા કે –“હે વત્સ! આ શું કરે છે? આ દેહ પણ પોતાને નથી, તે અન્ય પિતાને કેણ થશે ? માટે કુવ્યસનો ત્યાગ કર, શાસ્ત્રોનું અવગાહન કર, કાવ્યારસામૃતનું પાન કર, સારી કળાઓને અભ્યાસ કર, ધર્મને વ્યાપાર કર અને પિતાના કુળનો ઉદ્ધાર કર. કહ્યું છે કે - "एकेनापि सुपुत्रेण, विद्यायुक्तेन साधुना । कुलं पुरुषेसिहेन, चंद्रेण गगनं यथा" ॥१॥ कि जाते बहुभिः पुत्रैः शोकसंतापकारकैः । वरमेकः कुलालंबी या विश्रम्यते कुलं ॥२॥
જેમ, ચંદ્રથી આકાશ, તેમ વિદ્યાયુક્ત, શ્રેષ્ઠ અને શૂરવીર એવા એક પુત્રથી પણ કુળ શોભે છે. (૧)
શેક અને સંતાપ કરે તેવા બહુ પુત્ર ઉત્પન્ન થાય તેથી શું? કુળના આલંબનરૂપ એક પુત્ર જ સારે કે જેનાથી આખા કુળને વિશ્રાંતિ મળે. (૨) જેમ પુપિત અને સુગંધી, એવા એક સુક્ષથી પણ આખું વન સુગંધી થાય છે તેમ એક સુપુત્રથી આખું કુળ ઉદય પામે છે; અને જેમ અગ્નિથી બળતા.