________________
૨૨૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કરી શકે તેમ સારા વંશમાં જન્મેલ પણ નિર્ગુણ શું કરવાને હતે ?
આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને તે લજજાને લીધે નીચે મુખ કરી બેસી રહ્યો. એટલે રાજાએ તેને રાજકાર્યનું પ્રાધાન્ય પદ આપ્યું. પછી તે સુમતિ રાજકાર્ય સાધી અનુક્રમે સદ્ધર્મ પાળીને સદગતિએ ગે.
| ઇતિ સુમતિ દષ્ટાંત.
માટે ધર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. તે ગુણે સત્સંગથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત સત્સંગતિનું ફળ સાંભળો – પ્રથમ સંગતિ કરવા લાયક સજજને કેવા હોય તે કહે છે –
न ब्रूते परदूषणं परगुणं वक्त्यल्पमप्यन्वहं, संतोषं वहते परद्धिषु पराबाधासु धत्ते शुवं ।
પરદૂષણને ન બોલે, અ૯પ પણ પરગુણને વખાણે, પરધન જેઈને નિરંતર સંતેષ પામે, પરનું દુઃખ જોઈને શેક ધરે, આત્મપ્રશંસા ન કરે, નીતિને ત્યાગ ન કરે, અપ્રિય કહ્યા છતાં
ઔચિત્યનું ઉલંઘન ન કરે અને ધ ન કરે–એવું સંતજનનું ચરિત્ર હોય છે,” હવે એવા સજજનની સંગતિથી શું ફળ થાય તે કહે છે –“સત્સંગ દુર્ગતિને હરે છે, મેહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે. નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, ચશને ફેલાવે છે, ધર્મને ધારણ કરાવે છે,