________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નિર્ગુણ, કુળને કલકરૂપ અને કુશીલ થયે.. હવે શુ' કરૂ ? ’ કયાં જાઉ” ? આમ વિચારીને ઉદાસીન વૃત્તિથી તેણે આખા જન્મ પસાર કર્યાં. અન્ત પુત્રને મેલાવીને તેણે આ પ્રમાણે કહ્યું કે: હે વત્સ ! જો કે મારા વચનપર તને અશ્રદ્ધા છે, તેા પણ આ એક શ્લાકને તું ગ્રહણ કર, એટલે મારૂં કહ્યું કર. પુત્ર આવ્યેા કે—કહા હું તે પ્રમાણે કરીશ.' એટલે પિતાએ આ પ્રમાણે. શ્લાક કહ્યોઃ—
૨૩૦
‘તજ્ઞસ્વામિમંસન-મુત્તમશ્રી બ્રહમ્ । कुर्वन्मित्रमलोभ च नरे। नैवावसिदति " ||
66
કૃતજ્ઞ સ્વામીની સેવા કરતાં, ઉત્તમ કુલીન સ્રીની સાથે લગ્ન કરતાં, અને નિર્વાભી મિત્ર કરતાં માણસને હેરાન થવું પડતુ” નથી.” આ લેાક ગ્રહણ કરીને તે પાછે જુગાર રમવા ચાલ્યા ગર્ચા. એવામાં તેના મિત્રે આવીને કહ્યું કે – હે પ્રભાકર !! તારા પિતા મરણ પામ્યા.' આ પ્રમાણે સાંભળીને પ્રભાકરે મિત્રને કહ્યું કેઃ– હું કંઈ જાણતા નથી, માટે તે સંબધમાં જે કરવાનું હાય તે તારે કરવું.' પછી તેની ઉત્તરક્રિયા કરી શાકરહિત થતાં પ્રભાકર પિતાએ આપેલા શ્લોકના અથ વિચારવા લાગ્યા. તેના અર્થ વિચારીને તેણે ધાયુ” કે પ્રથમ તા પિતાએ જે ક્યું છે તે કરતાં વિપરીત કરવાથી શું થાય છે તે જોઉ, એમ ધારીને તે પરદેશમાં ચાલ્યા. માર્ગે જતાં કૃતઘ્ન, તુચ્છ સ્વભાવવાળા અને સ્તબ્ધ (અભિમાની) એવા સિંહ નામના એક ગામના સુખીને સાંભળીને તેના આશ્રય કર્યાં અને તેની સેવા કરવા લાગ્યા.