________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૨૪
કેવળ ઐહિક સુખની પ્રાપિ થાય નહિ તે નાશ તે અવશ્યમેવ
આ પ્રમાણે સાંભળીને વિચારચતુર પ્રધાને અંતરમાં આનંદ પામીને તે બધે વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો; એટલે રાજા બોલે કે - હે ભદ્ર! એના અંતરમાં વિવેકરૂપી સૂર્ય પ્રગટયો છે. એ તારા અને મારા મનોરથ પૂર્ણ કરશે. અહો ! એનું વિચારગાંભીર્ય ! અહો ! ચાતુર્ય ! અહા ! અદભુત મતિ ! કે જે ઉપાધ્યાયને અને શાસ્ત્રને ઓળંગીને આગળ પ્રવર્તે છે. એને જ્ઞાન સારી રીતે ઉત્પન્ન થયું છે, માટે હવે તે વિદ્યાથીને હાથી પર બેસાડીને અહીં લાવ.” એમ કહી રાજાએ પોતાના હાથી અને પરિવાર તેની સાથે મોકલ્યો. સેમે પિતાને ઘરે જઈને સ્વજનને ભેગા કર્યા, અને પુત્રને શૃંગાર પહેરાવી કૌતુકમંગળ કરી હાથી પર બેસાડીને મહદ્ધિપૂર્વક રાજમંદિરે લઈ ગયે; એટલે રાજાએ તેને પોતાના ખેાળામાં બેસાડી તેને સત્કાર કર્યો અને તેનું સુમતિ એવું નામ રાખ્યું. પછી રાજાએ કહ્યું કે તારે સર્વત્ર સ્વેચ્છાએ ગમન કરવું. ભંડાર, અંતાપુર અને રાજ્યમાં સર્વત્ર કીડા નિમિત્તે ફરવાની તને છુટ છે, કેઈ પણ જગ્યાએ જવાને તને પ્રતિબંધ નથી.” એ પ્રમાણે કહી તેને સત્કાર કરીને રજા આપી. પછી રાજાની આજ્ઞાથી તે કંઈ પણ પ્રતિબંધ વિના સર્વત્ર કીડા કરવા લાગે.
એકદા તે રાજાના ભાંડાગારમાં પેઠે. ત્યાં રાજાને મેતીને બહાર જોઈને દેવીએ કહેલ દોષના વશથી તેનું ચિત્ત ચલાયમાન