________________
२२२
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એકદા નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે એક ગ્લૅક આવ્યું
"दानं भोगो नाश तिम्रो गतया भवंति वित्तम्य । यो न ददाति न भुक्ते. तस्य तृतीया गतिर्भवति" ॥
દાન, ભેગ અને નાશ—એ ધનની ત્રણ ગતિ છે. તેમાં જે દાન અને ભેગમાં પોતાનું ધન વાપરતા નથી, તેના ધનની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. આ શ્લોક સાંભળી તે દેરી હલાવવા લાગ્યું, એટલે તેના પિતાએ ફરી તે શ્લોકને અર્થ કરી બતાવ્ય; છતાં ફરી દેરી હલાવી એટલે તેણે રૂષ્ટમાન થઈને બીજા વિદ્યાર્થીઓને રજા આપી પુત્રને બહાર લાવીને કહ્યું કે –“હે વત્સ! સમુદ્ર સમાન શાસ્ત્રનું અવગાહન કરીને ગષ્પદ સમાન આ સુગમ શ્લોકમાં તું કેમ મૂઢ જેવો બની ગયો? એટલે પુત્ર બેલ્યો કે –“હે પિતાજી તમે ધનની ત્રણ ગતિ કહી તે મને સમજાતું નથી, કારણ કે મને દાન અને નાશ—એમ ધનની બે ગતિ જ લાગે છે, કેમકે જે ભેગમાં વપરાય તે પણ નાશ જ છે. કહ્યું છે કે –“સેંકડો પ્રયને પ્રાપ્ત થયેલ અને પ્રાણ કરતાં પણ વહાલા એવા ધનની એક દાનજ ગતિ છે, બીજી બધી વિપત્તિ છે. તેને ધર્માથે સપાત્રમાં દેવું તે તે સર્વોત્તમ છે, દુખિત યાચકને આપતાં કીર્તિ વધે છે અને બંધુઓમાં વાપરતાં સ્નેહને પોષણ મળે છે, ભૂતાદિને આપતાં વિદ્ધને નાશ થાય છે. એમ ઉચિત પણાથી આપતાં એકંદરે લાભ મળે છે. આપેલું દાન કદી નિષ્ફળ થતું નથી ભોગથી