________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૧૭
દક્ષત્વ અને મૂખ, તેને માટે પણ પ્રશ્ન ને ઉત્તર જાણું લેવા. એ પ્રમાણે, જાણીને પ્રમાદાચરણને ત્યાગ કરે.
વળી જે કાર્ય કરવાથી આરંભ વધે, તેને પણ ત્યાગ કરવો. જેવાં કે પાણી સાથે મુશલ, હળ સાથે ફાલ, (દાંત) ધનુષ્ય સાથે બાણ, ગાડા સાથે ધસરૂં, એરસિયા સાથે વાટવા લેખક, કુહાડા સાથે દંડ, ઘંટી સાથે તેનું ઉપલું પડ-ઈત્યાદિ પાપકરણ ત્યાજ્ય અને દુર્ગતિદાધક છે, તેથી તેને મેળવીને રાખવાં નહીં; પિતાનું કાર્ય કરીને પાછા છુટા પાડીને મૂકી દેવા.
હવે “જિંવિત્તિ' એટલે એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને પંચંદ્રિય જીને વધ કરવાથી પ્રાણુઓ નરકે જાય છે. જેમ કાલસૌકરિકન પાંચસે પાડાને દરરોજ ઘાત કરનારા હેવાથી મરીને નરકે ગયે કહ્યું છે કે – 'नास्त्यहिंसा समा धर्मा, न संतोषसम व्रतम् । न सत्यसदृशं शौचं. शीलतुल्यं न मंडनम् ॥ सत्यं शौचं तपः शौच, शौचमिद्रियनिग्रहः । सर्वभूतदया शौच जलशौचं तु पंचमम् ॥ स्नानं मनोमलत्यागा, दानं चाभयदक्षिणा । ज्ञानं तत्त्वार्थसंबोधो. ध्यानं निर्विषयं मनः" ॥ ૧ કાલીક નામને કસાઈ.