________________
શી પાર્શ્વનાથ ચરિત્ર
શ્રી પન્નવણું ઉપાંગમાં કહ્યું છે કે ભગવાન ! સંમૂર્ણિમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થાય ? ઉત્તર-હે ગોલમ ! પિસ્તાલીશ લાખ જનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં—એટલે અહીદ્વીપમાં અને બે સમુદ્રોમાં, તેમાં અઢી દ્વીપમાં રહેલી પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં અને છપ્પન અંતદ્વીપમાં, ગર્ભજ, મનુષ્યની વિષ્ટામાં, મૂત્રમાં બડખામાં, સિંઘાણ (નાકના મેલ) માં, વતમાં, પિત્તમાં, વીર્યમાં, લોહીમાં, વીર્યના પડેલા પગમાં. શબમાં, સ્ત્રી પુરૂષના સંગમાં, નગરની ખાળમાં અને સર્વ અશુચિસ્થાનમાં સંમૂઈિમ કનુષ્યો ઉત્પન્ન થાય છે. તેની કાયા અંગુળના અસંખ્યાતમા ભાગ જેવડી હોય છે, તેઓ અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની હોય છે, અને અપર્યાપ્ત અવસ્થામાંજ અંતમુહૂર્તમાં મરણ પામે છે.”
આ સંસારમાં ભમતા છએ જેનાથી જીવવધાદિ અનર્થ થાય તેવા અધિકરણોને પણ ત્યાગ કર. કહ્યું છે કે“न ग्राह्याणि न देयानि, पंचद्रव्याणि पंडितैः । अग्निर्विषं च शस्त्र च. मद्यं मांसं च पंचमम्" ।
અગ્નિ, વિષ, શસ્ત્ર, દારુ અને માંસ એ પાંચ વસ્તુઓ સુજ્ઞ પુરૂષોએ લેવી કે દેવી નહિ. વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –ખેતર, ‘યંત્ર, વહાણ, વધૂ, હળ, બળદ, ઘેાડે, ગાય, ગંત્રી (ગાડી), દ્રવ્ય, હાથી, હવેલી અને બીજા પણ જે પદાર્થથી મન આરંભયુક્ત થાય અને જેનાથી કર્મ બંધાય તેનું સુજ્ઞજનોએ દાન લેવું કે દેવું નહિ.”