________________
૨૧૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
‘નિ યપણાને લઈને લેલુપતા વૃદ્ધિની પરપરાએ ચિત્તને પણ ગ્રહણ કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય, માટે અચિત્ત પણ ગ્રહણ ન કરવું, કહ્યું છે કે –એક અકાય કરે તેના પ્રત્યયથી બીજે કરે—એમ સાતાબહુલની પર′પરાથી સયમ અને તપના વિચ્છેદ થાય ’ એ પ્રમાણે અત્રીશ અનંતકાયનું સ્વરૂપ સમજીને તેના ત્યાગ કરવા.
તથા આલસ્યાદિથી ઘી, તેલનાં વાસણા ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ છતાં લીલેાતરી વિગેરે ઉપર ચાલવુ, અશેાધિત માગે ગમન કરવું, સ્થાનને જોયા વિના તેમાં હાથ નાખવા, અન્ય સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવુ· ચા વસ્ત્રાદિ મૂકવાં, કુથુવા વિગેર જંતુઓથી વ્યાપ્ત જમીનપર મૂત્ર વિગેરે નાખવું, યતના વિના બારણાના આગળીઓ વિગેરે દેવાં, પત્ર પુષ્પાદિ કામવગર તેાડવાં, માટી, ખડી અને વર્ણિકાદિનું મન કરવું, અગ્નિ જગાવવા, (સળગાવવા) ગવાદિના ઘાત થાય એવા શસ્રોના વેપાર કરવા, નિષ્ઠુર અને મઘાત થાય તેવું ખાલવું. હાસ્ય નિદા વિગેરે કરવાં, રાત્રે યા દિવસે પણ સ્નાન, કેશગુંથવુ, ખાંડવું', રાંધવુ, પૃથ્વી ખાદવી માટી વિગેરેનું મર્દાના લિપન, વસ્ત્ર ધાવું અને પાણી ગળવું આદિ—યતના વિના પ્રમાદથી કરવાં. શ્લેષ્મ વિગેરે નાખતાં ચતનાપૂર્વક તેને ધૂળ વિગેરેથી ન. ઢાંકવા—ઈત્યાદિક પ્રવૃત્તિથી પણ પ્રમાદાચરણ લાગે છે. શ્લેષ્માદિકમાં બે ઘડી પછી સપૂર્ણિમ મનુષ્યા ઉત્પન્ન થાય છે, તેથી તેની વિરાધનાના મહાન દોષ લાગે, માટે તેમાં ઉપયેાગ રાખવાની જરૂર છે.