________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે કે–ચક્ષુ વિના જેમ રૂપ ન શેભે તેમ વિવેક વિના લખી શેભતી નથી.” વિવેકરૂપ દીપકના પ્રકાશવડે પ્રકાશિત કરેલા માગમાં ગમન કરવાથી કલિકાળના અંધકામમાં પણ કુશળ પુરૂષે ખલના પામતા નથી કેમકે ગુરૂની જેમ વિવેક સર્વ કૃત્યાકૃત્યને પ્રકાશ કરે છે અને સમિત્રની જેમ અકૃત્યથી અટકાવે છે. આ સંબંધમાં સુમતિનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે :
શ્રીપુરનગરમાં શ્રીસેન નામે રાજા રાજ્ય કરતા હતે. તેને શ્રીસખી નામે શ્રી હતી અને કુળક્રમથી આવેલા સેમ નામે પ્રધાન હતું. તે પ્રધાનને પુત્ર ન હોવાથી તે મનમાં અત્યંત દુખી રહે અને કયાંય પણ શાંતિ પામી શકતે નહોતો. એકદા રાજાએ તે પ્રધાનને કહ્યું કે:-“હે પ્રધાન ! તારી એ સંતાનરહિતતા મને અતિશય સતાવે છે. બહુ કાળથી આપણે બંનેને સંબંધ કુળકમાગત ચાલ્યો આવે છે, હવે તારે પુત્ર ન હોવાથી મારા પુત્રને મંત્રી કેશુ થશે ? અને અન્ય મંત્રી પર વિશ્વાસ કે? આ મંત્રી બાબતમાં તું તે. નિશ્ચિત જેવો દેખાય છે” એમ બોલ્યો કે –“હે સ્વામિન્ !
એ બાબતમાં શું કરવું? જીવિત સંતતિ અને દ્રવ્ય-એ ત્રણ વસ્તુ દૈવાધીન છે, માટે વસ્તુ પરાધીન છતાં તેને માટે ચિંતા કરવાથી શું ? રાજાએ કહ્યું કે-‘ઉપાય કર, પ્રથમ તો સાહસ અને દૌર્ય ધરીને તારી કુળદેવીનું આરાધન કર” રાજાએ આ ઉપાય બતાવ્યો, એટલે મંત્રી પોતાની કુળદેવીના ભવનમાં ગયે. ત્યાં પવિત્ર થઈ તેની આગળ દર્ભના સંથારા પર બેસીને આ પ્રમાણે બેલ્યો કે “હે માત ! જ્યારે મારા પર પુત્રની