________________
૨૦૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કિકૃત્યમૂઢ * અને નગરજને હાહાર કરવામાં તત્પર થતાં આકાશમાં દિવ્ય વાણી થઈ કે – હે મંત્રીઓ અને નગરજને ! રાત્રિભેજનને વર્જવાના નિયમમાં દઢ એવા શ્રીપુંજ અને શ્રીધરના માત્ર હસ્તસ્પર્શથીજ એ રાજાને આરામ થઈ જશે, અન્યથા કઈ રીતે શાંતિ થવાની નથી.” પછી “આ નગરમાં શ્રીપુંજ કેણ છે?” તેની શોધ કરવાના વિચારમાં મંત્રી વિગેરે પડયા. એવામાં કેઈએ કહ્યું કે –“એક નિર્ધન બ્રાહ્મણને પુત્ર, ત્રણ લાંઘણ થતાં પણ પિતાના નિયમની દઢતાથી અશુભિત એ શ્રીપુંજ નામને બાળક છે. તે જ એ હશે. પછી સંભાવના માત્રથી પણ મંત્રીઓએ તેને બહુમાનપૂર્વક બેલા, એટલે શ્રીપુંજ ત્યાં તરત આવ્યો. આવીને તેણે ઉત્સાહપૂર્વક ઉચ્ચ સ્વરે કહ્યું કે –“મારા રાત્રિભોજનાદિ નિયમનું મહામ્ય હોય તો અત્યારેજ આ રાજાના સર્વ શરીરે સર્વથા શાંતિ થઈ જાઓ.” એમ કહેવાપૂર્વક તેણે રાજાના શરીર પર પોતાના હસ્તને સ્પર્શ માત્ર કર્યો, એટલે તરતજ રાજા સ્વસ્થ થઈ ગયો. પછી રાજાએ સંતુષ્ટ થઈને શ્રીપુજને પાંચ ગામનું આધિપત્ય આપ્યું. તે દિવસથી રાજા, તેના માબાપ વિગેરે તથા અન્યજને એ પણ રાત્રિભેજનને ત્યાગ કર્યો. એ પ્રમાણે જિનધર્મની પ્રભાવના કરતે અને પાંચ ગામનું સામ્રાજ્ય ભગવતે શ્રીપુ જ શ્રીધરની સાથે સીધર્મદેવકમાં ગયે અને અનુક્રમે ત્રણે મિત્રે સિદ્ધ થયા.
એ પ્રમાણે રાત્રિભેજનનો ત્યાગ પર ત્રણ મિત્રનું દૃષ્ટાંત જાણવું. ઈતિ ત્રણ મિત્ર દૃષ્ટાંત.
* શું કરવું તેમાં બુદ્ધિ ચાલી ન શકે તેવા.