________________
૨૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે કદાચિત્ કાર્યની વ્યગ્રતા વિગેરે કારણથી તેમ ન કરી શકાય, તે પણ તડકો વિગેરે જેવાવડે સૂર્યના ઉદય અને અસ્તને નિર્ણય કરવાની તે જરૂરજ છે, નહિ તો રાત્રિભેજનને દોષ લાગે છે, લજજાથી અંધકારવાળા સ્થાનમાં જઈને દિવે વિગેરે કરીને ભોજન કરવાથી ત્રસાદિની હિંસા, નિયમને ભંગ અને માયામૃષાવાદ વિગેરે અધિક દોષ લાગે છે. કારણ કે હું એ પાપ ન કરૂં' એમ કહીને ફરી જે તે પા૫ સેવે તે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયાને તે ત્યાં ગાઢ પ્રસંગ છે. જે પ્રાણી પાપ કરીને પિતાના આત્માને શુદ્ધ માને છે, તે ઉલટું બેઘણું પાપ કરે છે. એ બાળજીવની મંદતાનું લક્ષણ છે.
રાત્રિ ભોજનના નિયમને આરાધના અને વિરાધનાના સંબંધમાં ત્રણ મિત્રનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે.
દેવપલ્લી નામના ગામમાં શ્રાવક, ભદ્રક અને મિથ્યાદૃષ્ટિ એવા ત્રણ વણિક મિત્ર હતા. તે એકદા જૈનાચાર્ય પાસે ગયા. એટલે આચાર્ય મહારાજે રાત્રિભેજનના નિયમને ઉપદેશ આપ્યો. તે સાંભળીને તેમણે રાત્રિભેજન ન કરવાનો નિયમ કર્યો. તેમાં શ્રાવકે રાત્રિભેજન, કંદમૂળાદિ અભક્ષ્યનો ઉત્સાહથી નિયમ લીધે. કારણ કે તે શ્રાવકકુળમાં ઉત્પન્ન થયા હતા. ભદ્રકે બહુ વિચારીને માત્ર રાત્રિભોજનને નિયમ લીધે. પણ કદાગ્રહમાં પ્રસ્ત હેવાથી મિથ્યાદ્રષ્ટિ તો પ્રતિબધજ ન પામ્યો. કારણ કે
૧ આ ત્રણે નામે ગુણનિષ્પન હેવાથી પડેલા હતા-મૂળ નામ બીજા હતા.