________________
હર .
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વિસ્તીર્ણ એવા દિવ્ય રત્નમય સિંહાસન પર બેસાડીને દેવી કુમારને કહેવા લાગી કેઃ-“હે સુભગ! આ વિંધ્યાચલ પર્વત છે, તેની ઉપર આ મારૂં વિકુર્વેલું ભવન છે અને હું કમલા નામે યક્ષિણ અહીં ક્રિડાને માટે રહું છું. આજે હું મારા પરિવાર સહિત અષ્ટાપદ પર્વતપર ગઈ હતી, ત્યાંથી પાછી વળતાં મેં કાપાલિકે આકાશમાં ઉછાળેલા એવા તને જે, તેથી નીચે પડતા તને હાથમાં યત્નથી ઝીલી લઈને મેં બચાવ્યા. અત્યારે હું દુર્વાર કામદેવના બાણથી વ્યાકુળ થઈ ગઈ છું, માટે તેનાથી મારું રક્ષણ કર. હું તારે શરણે આવી છું. વળી આ મારે બધે પરિવાર તારા સેવકતુલ્ય છે. માટે હે સુભગ! તું મારી સાથે યથેચ્છ દિવ્ય ભેગ ભેગવ.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને કુમાર બોલ્યા કે “ હે દેવી! સાંભળ -હું મનુષ્ય છું અને તું દેવાંગના છે, તે આપણે સંગ કેમ બને? વળી વિષયે અંતે ભયંકર દુખ આપે
છે, વિષયરૂપ વિષયથી પરાભવ પામેલા જીવો નરક અને તિર્યંચગતિમાં પરિભ્રમણ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે - ‘વિષયરૂપ વિષ તે હળાહળ છે, એ ઉત્કટ વિષયવિષને પીવાથી પ્રાણીઓ વારંવાર મરણ પામે છે. એ વિષયવિષથી અન્ન પણ વિશુચિકારૂપ થઈ જાય છે, કામ એ સત્ય છે, તે એક પ્રકારનું વિષ છે, તે આશીવિષ સમાન છે, માટે તેને ત્યાગ કરે, એને ત્યાગ કરવાથી તિર્યંચ પણ વર્ગે જાય છે, માટે હે માતા ! તમારે એવું ન બોલવું. તમે તે મારી માતારૂપ જ છો” એમ કહી કુમાર તે દેવીના ચરણમાં પડશે, એટલે દેવી સંતુષ્ટ થઈને બેલી કે –“હે વત્સ! તું સાહસિકોમાં