________________
૧૧૬
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વચન બોલે છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર સ્થળ સમાન, શત્રુ મિત્ર સમાન, દેવતાઓ સેવક સમાન, જંગલ નગર સમાન, પર્વત ગૃહ સમાન, સર્ષ પુષ્પમાળા સમાન, સિંહ હરણ સમાન, પાતાળ છિદ્ર સમાન, અસ કમળના દળ સમાન, વિકરાળ હાથી શિયાળ સમાન, વિષ અમૃત સમાન અને ભયંકર પણ અનુકૂળ થઈ જાય છે. વળી બેબડાપણું, કાહલત્વ, મુંગાપણું મુખરોગતા, એ અસત્યનું ફળ જેઈને કન્યાઅસત્ય વિગેરે અસત્યને ત્યાગ કર.” કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ એળવવી અને બેટી સાક્ષી પૂરવી-એ પાંચ મોટા અસત્ય કહેલા છે.” જુઓ ! નારદ અને પર્વત નામના બે મિત્રના સંવાદમાં ગુરૂપત્ની પ્રાર્થનાથી થોડું પણ અસત્ય બોલતાં પણ વસુરાજા ઘેર દુર્ગતિ પામ્યો. વળી બેટી સાક્ષી પૂરવાથી બ્રહ્મા પૂજારહિત થયા અને કેટલાક દેવતાઓ નાશ પામ્યા. સત્યની પરીક્ષામાં પાર ઉતરતાં શું મનુષ્ય સાક્ષાત હરિની જેમ પૂજિત થતું નથી ? થાય છે. આ વતના સંબંધમાં વસુરાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે તે સાંભળે :
વસુરાજાની કથા
આ ભરતક્ષેત્રમાં શક્તિમતી નામે નગરી છે, જે સર્વ નગરીઓમાં પિતાની શેભાથી વધારે શેભી રહી છે. ત્યાં સર્વ રાજાઓમાં મુગટ સમાન અને પિતાના તેજથી શત્રુરૂપ અંધકારને નાશ કરનાર શ્રીમાન અભિચંદ્ર નામે રાજા રાજ્ય