________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૩૧
અયદા કેઈક ચાર રાત્રે રાજભવનમાંથી રાજાની રનની પેટીઓ લઈને ભાગ્યો. તેની પાછળ રાજપુરૂષ પડ્યા; એટલે તેના ભયથી પ્રેરાઈને ભયાકુળપણે ભાગતાં 1 ચેર જ્યાં પેલે તાપસ થયેલ ચોર રહે છે તે ઉપવનમાં પેઠે, અને તે તાપસ થયેલા ચેરની પાસે પેલી પેટી મૂકીને દૂર ભાગી ગયે. પેલો તાપસ આભૂષણની પેટી જોઈ ખુશ થઈને મનમાં કહેવા લાગ્યો કે “અહો! મારા તપના પ્રભાવથી દેવે મને રત્નાભરણની પેટી, આપી. તપના પ્રભાવથી મનુષ્યોને શું શું નથી મળતું એમ બેલતે જેટલામાં વિષકન્યાની જેમ હાથથી તે પેટીને સ્પર્શ કરે છે તેટલામાં પ્રચંડ રાજપુરૂષોએ તે તાપસને ઘેરી લીધું. “અરે! પાપિષ્ઠ! દુષ્ટ ! તાપસના વેષથી આખા શ્રીપુરને લુંટયું અને અરે મુખ! અત્યારે રાજવસ્તુની પણ ચિરી કરી.” એમ કહી લાકડી અને મુષ્ટિ વિગેરેથી સખત માર મારી ગાઢ બંધને બાંધીને તેઓ તેને શ્રાપુર નગર તરફ લઈ ચાલ્યા. એટલે ચાર તાપસ અંતરમાં વિચારવા લાગ્યું કે પેલા દેવતાએ પૂર્વે જે મારૂં મરણ કહ્યું હતું તે અત્યારે ઉપસ્થિત થયું. એમ મનમાં ચિંતવીને તે પ્રગટ રીતે આ કલેક બેલ્યો – "रक्ष्यते नैव भूपालैन देवैर्न च दानवैः । नीयते वटशाखायां. कर्मणाऽमौ महाबलः" ॥
પિતાના કર્મ આ મહાબલને વટશાખાપર લઈ જાય છે, તેનું રક્ષણ કરવાને રાજા, દેવ કે દાનવ કેઈ સમર્થ નથી.” આ શ્લેક સાંભળીને પેલા ક્રૂર રાજપુરૂષે બેલ્યા કે:- ગળેથી